નવા મતદારની નોંધણીમાં ફોર્મ 6 સાથે ઘોષણાપત્ર રજૂ કરવું નહીં પડે

દેશભરમાં ચાલી રહેલી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા વચ્ચે ફોર્મ 6 અંગે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ECI એ…

દેશભરમાં ચાલી રહેલી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા વચ્ચે ફોર્મ 6 અંગે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ECI એ જણાવ્યું હતું કે જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં નવા મતદાર નોંધણી માટે ફોર્મ 6 સાથે વધારાની ઘોષણા(Annexure-D) સબમિટ કરવી હવે ફરજિયાત નથી. પંચે ફોર્મ 6ના ઓનલાઇન સંસ્કરણમાંથી આ જરૂૂરિયાત દૂર કરી છે.

પંચના નિર્ણયની વિગતોમાં જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં ચૂંટણી પંચે ફોર્મ 6માંથી SIR-સંબંધિત ઘોષણા દૂર કરી છે. ખાસ કરીને, આ રાજ્યોમાં ઓનલાઇન મતદાર નોંધણી ફોર્મ 6માંથી SIR (મતદાર યાદીનું વિશેષ સઘન પુનરાવર્તન) સાથે જોડાયેલી વધારાની ઘોષણા હટાવી લેવામાં આવી છે. ચૂંટણી પંચની ટીમના એ નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે કે આ જરૂૂરિયાત માત્ર પુનરાવર્તન પ્રક્રિયાના સમયગાળા દરમિયાન જ લાગુ પડતી હતી. ફોર્મ 6 સાથે જોડાયેલ.

આ ઘોષણા હેઠળ, નવા અરજદારોએ પોતાને – અથવા તેમના માતા-પિતા કે દાદા-દાદીને – ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) કવાયત દરમિયાન તૈયાર કરાયેલી મતદાર યાદી સાથે જોડતી માહિતી આપવી જરૂૂરી હતી. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા હાલમાં ચાલુ છે, ત્યાં ECINET પોર્ટલ પર આ ઘોષણા ઉપલબ્ધ રહેશે. જોકે, જે રાજ્યોમાં SIR (Special Intensive Revision – વિશેષ સઘન પુનરાવર્તન) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં ECINET એપ અને પોર્ટલ તેમજ સંબંધિત મુખ્ય ચૂંટણી અધિકારીના પોર્ટલ પરથી આ વધારાનું ઘોષણાપત્ર દૂર કરવામાં આવ્યું છે.

મતદાર તરીકે નોંધણી કરાવવા ઈચ્છતા અરજદારોએ હવે માત્ર ’મતદાર નોંધણી નિયમો, 1960’ (Registration of Electors Rules, 1960)હેઠળ નિર્ધારિત કાયદેસરનું ’ફોર્મ 6’ ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે ચુંટણી કમીશનરોએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *