ગુજરાત

સ્પાના નામે ચાલતા કૂટણખાનામાંથી ઝડપાયેલા ગ્રાહકો વિરુદ્ધ ગુનો બનતો નથી

Published

on

ઇમમોરલ ટ્રાફિકફ એક્ટની જોગવાઇ મુજબ નોંધાયેલી FIR રદ કરતી હાઇકોર્ટ

સ્પાના નામે ચાલતા કુટણખાના(અનીતિના ધામ)માંથી ઝડપાયેલા આરોપીઓ વિરૂૂદ્ધની FIR રદ કરવાનો મહત્ત્વનો આદેશ હાઇકોર્ટે કર્યો છે. ઇમમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન) એક્ટની જોગવાઇઓને સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,થકાયદાની જોગવાઇઓ મુજબ અરજદાર ગ્રાહકો વિરૂૂદ્ધ ગુનો નોંધી શકાય નહીં.

તેઓ સ્પામાં જનારા ગ્રાહકો હતો અને તેઓ કાયદાની વિવિધ ધારા હેઠળ સ્પષ્ટ કરવામાં આવેલી કેટેગરીમાં આવતાં નથી. જે સ્થળે સ્પા ચાલતું હતું એ પણ એમનું નથી. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા કૂટણખાનું પણ ચલાવતાં નહોતા. માનવ તસ્કરીના ગુનામાં પણ તેઓ સંડોવાયેલા નથી.

સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ઇમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન) એક્ટની જોગવાઇઓ હેઠળ નોંધાયેલી ફરિયાદને રદ કરવાની દાદ માંગતી અરજી બે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ કરી હતી. તેમની દલીલ હતી કે, પોલીસે તેમને મળેલી માહિતી મુજબ સ્પામાં રેઇડ પાડી હતી અને તેનો મેનેજર પકડાયો હતો. તેણે કબૂલ્યું હતું કે ગ્રાહકો જોડેથી વધારાના રૂૂપિયા લઇને સ્પામાં સર્વિસ આપવામાં આવે છે. ત્યારબાદ પોલીસે રૂૂમ સર્ચ કર્યા ત્યારે અરજદારો છોકરીઓ સાથે મળી આવ્યા હતા. આ તમામ હકીકતો સીધેસીધી કબૂલ કરી લેવામાં આવે તો પણ અરજદારોની ઇમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન)એક્ટની જોગવાઇઓ હેઠળ ગુનામાં સંડોવણી ગણી શકાય નહીં. કેમ કે આ કાયદા હેઠળ કૂટણખાનામાં મેનેજર કે માલિક દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ માટે ગ્રાહકને જવાબદાર ઠરાવી શકાય નહીં. તેથી અરજદારો વિરૂૂદ્ધની ફરિયાદ રદ કરવી જોઇએ. રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરી તેને રદ કરવાની માગ કરી હતી.

બંને પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, તમામ તથ્યો અને રેકર્ડ પર આવેલી હકીકતોને ધ્યાનમાં લેતાં સ્પષ્ટ છે કે અરજદારો ગ્રાહક હતા અને ઘટનાસ્થળેથી પકડાઇ આવ્યા હતા. કાયદાની ધારા-3 મુજબ કૂટણખાનાને મેનેજ કરનારા મેનેજર વિરૂૂદ્ધ ગુનો બને છે. ધારા-4 મુજબ 18 વર્ષથી વધુની વ્યક્તિ પોતાની જાણ હેઠળ પ્રોસ્ટિટ્યુશનમાં સંડોવાયેલી હોય તો તેની સામે ગુનો બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version