જિલ્લા ભાજપ દ્વારા 19 સેલના સંયોજકોની નિમણૂક

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓને વધુ વેગ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા (ગ્રામ્ય) ભાજપ દ્વારા જિલ્લાના વિવિધ 19 સેલના સંયોજક…

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓને વધુ વેગ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા (ગ્રામ્ય) ભાજપ દ્વારા જિલ્લાના વિવિધ 19 સેલના સંયોજક અને સહ-સંયોજકની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા આ નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સહ-સંગઠન મહામંત્રી અરુણ બીનાડી, મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય તેમજ જિલ્લા સંકલન સમિતિ સાથે પરામર્શ અને ચર્ચા-વિમર્શ કર્યા બાદ આ નિમણૂકો કરવામાં આવી છે. પક્ષ દ્વારા દરેક સમાજ, વર્ગ અને વ્યવસાય સાથે સીધો સંપર્ક વધે તે હેતુથી સેલની રચનાને મહત્વ આપવામાં આવ્યું છે.

નવી નિમણૂક મુજબ વિધિ (લીગલ) સેલના સંયોજક તરીકે નીતિનભાઈ સગપરીયા અને સહ-સંયોજક તરીકે હરેશભાઈ લાવડીયા, સહકારિતા સેલમાં હિતેશભાઈ મહેતા અને મનસુખભાઈ સરધારા, બુદ્ધિજીવી સેલમાં નિલેશભાઈ ડોશી અને શાંતિલાલ વિરડીયા, પૂર્વ સૈનિક સેલમાં પ્રકાશભાઈ ઠકરાર અને સુરેશભાઈ અમીપરા, વ્યાવસાયિક સેલમાં સંજયભાઈ કાકડીયા અને જયપાલસિંહ ઝાલા, આર્થિક (સી.એ.) સેલમાં વિનયભાઈ સાકરીયા અને સંદીપભાઈ રામાણીની નિમણૂક કરાઈ છે.

આ ઉપરાંત વ્યાપારીક સેલમાં ગુણવંતભાઈ જોગી અને કપિલભાઈ ભીમાણી, સાંસ્કૃતિક સેલમાં મિલનભાઈ કોઠારી અને દિલીપભાઈ કલોલા, ચિકિત્સા (ડોક્ટર) સેલમાં ડો. હાર્દિકભાઈ સંઘાણી અને ડો. ચિરાગભાઈ કાકડીયા, શિક્ષણ સેલમાં ડો. ભરતભાઈ ઢોલરીયા અને જે.એન. માંગરોલીયા, લઘુઉદ્યોગ સેલમાં પંકજભાઈ બેસાણીયા અને મિતેશભાઈ અનડકટ, દિવ્યાંગ સેલમાં અભિષેકભાઈ કારીયા અને જયસુખભાઈ જાદવની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય ભાષાભાષી સેલમાં અશોકભાઈ શર્મા અને લક્ષ્મીબેન મિશ્રા, રમત-ગમત સેલમાં આકાશભાઈ સોજીત્રા અને સંજયભાઈ કુમરખાણીયા, શ્રમિક સેલમાં સહદેવસિંહ જાડેજા અને દિલીપભાઈ કુંગશીયા, એન.જી.ઓ. સેલમાં અનીલભાઈ ગોધીયા અને હિતેશભાઈ ધામેચા, વિદેશ સંપર્ક (ગછઈં) સેલમાં ધર્મેશભાઈ વસંત અને વિજયભાઈ ગમારા, સ્થાનિક સ્વરાજ સેલમાં ચેતનભાઈ પાણ અને વિપુલભાઈ મોરડ, ધર્મસ્થાન સંપર્ક સેલમાં યોગેશભાઈ ઉનાગર અને કુલદીપભાઈ પટગીરને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા ભાજપના હોદ્દેદારોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તમામ સેલના હોદ્દેદારો બૂથ સ્તર સુધી સંપર્ક, સભા અને કાર્યક્રમો દ્વારા પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *