સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પ્રિનેટલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવા વિચારણા, આગામી બજેટમાં નાણાકીય જોગવાઇ
ગર્ભસ્થ શિશુમાં જન્મજાત ખોડખાંપણ અને ગંભીર બીમારીઓની સમયસર ઓળખ થઈ શકે તે માટે ગુજરાત સરકાર નવી પહેલ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિક્સમાં ગર્ભાવસ્થા દરમિયાન શિશુની તબીબી તપાસ એટલે કે પ્રિનેટલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બાળકના જન્મ પહેલાં જ સંભવિત ખોડખાંપણ કે ગંભીર આરોગ્ય સમસ્યાઓનું નિદાન કરી સમયસર સારવાર અને જરૂૂરી તબીબી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો છે.કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (SJE)ની ભલામણ બાદ ગુજરાત સરકારે આ દિશામાં તૈયારી શરૂૂ કરી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યાં છે.
મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને જન્મજાત ખોડખાંપણની વહેલી ઓળખ માટે ગર્ભસ્થ શિશુની સક્રિય તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે. આ દરખાસ્તના અમલીકરણ અંગે ચર્ચા કરવા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તમામ રાજ્યોના અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ભસ્થ શિશુમાં જન્મજાત ખોડખાંપણની વહેલી ઓળખ માટે સક્રિય સ્ક્રીનિંગની દરખાસ્ત કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં યોજાયેલી રાજ્યસ્તરની ચિંતન શિબિરમાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં કેટલીક હોસ્પિટલોમાં ગર્ભાવસ્થા દરમિયાન આવી તપાસની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ હવે રાજ્યની તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ વ્યવસ્થા અમલી બનાવવાની દિશામાં વિચારણા થઈ રહી છે.
આ અભિયાનના અમલીકરણ માટે રાજ્ય સરકાર આગામી બજેટમાં વિશેષ નાણાકીય જોગવાઈ કરે તેવી શક્યતા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમગ્ર યોજનાની દેખરેખ રાખશે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલો અને ક્લિનિક્સમાં નક્કી કરાયેલા નિયમોનું પાલન કરાવવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા
