કોક્રોચ નેતા સૌરવ સામે લુકઆઉટ નોટિસ : પાસપોર્ટ લીક થતાં હોબાળો

  કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ હાલમાં વિદેશ પ્રવાસ કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તેમના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર…

 

કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ હાલમાં વિદેશ પ્રવાસ કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તેમના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. તેના દ્વારા કોઈ વ્યક્તિના વિદેશ આવવા-જવા પર નજર રાખવામાં આવે છે. તેને વિદેશ જતાં પણ રોકી શકાય છે. સરકારના જણાવ્યા અનુસાર, દાસના પાસપોર્ટમાં પિતાના નામ, અભ્યાસ અને સરનામા સાથે જોડાયેલી વિગતોમાં ગડબડ મળી આવી છે. આ આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે તેની અસર તેમની ભારતીય નાગરિકતા પર પણ પડી શકે છે. દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરભ દાસના પાસપોર્ટને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સૌરભ દાસનો પાસપોર્ટ સોશિયલ મીડિયા પર લીક થતાં નવો વિવાદ ઊભો થયો છે. પાસપોર્ટની તસવીરો વાયરલ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમાં પિતાનું નામ ન હોવાને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ, સૌરભ દાસે પાસપોર્ટ લીક કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *