પિરામિડ મેડિટેશન માટે છોડી ત્રણ દાયકાની શિક્ષણ કારકિર્દી

ભાવનાબેન વ્યાસનું સ્વપ્ન બેંગલુરુની પિરામિડ વેલીની જેમ રાજકોટમાં પણ નાનું પિરામિડ મેડિટેશન સેન્ટર બનાવવાનું છે, જ્યાં લોકો શાંતિનો અનુભવ મેળવી શકે પિરામિડની એનર્જી ઘરે ઘરે…

ભાવનાબેન વ્યાસનું સ્વપ્ન બેંગલુરુની પિરામિડ વેલીની જેમ રાજકોટમાં પણ નાનું પિરામિડ મેડિટેશન સેન્ટર બનાવવાનું છે, જ્યાં લોકો શાંતિનો અનુભવ મેળવી શકે

પિરામિડની એનર્જી ઘરે ઘરે પહોંચાડવા ભાવનાબેન વ્યાસે અત્યાર સુધીમાં 300 જેટલા પિરામિડ બનાવી ભેટમાં આપ્યા છે

એક વખત દીકરીનું લેપટોપ બગડી ગયું. રિપેર કરાવતાં પહેલાં માતાએ તેના પર ક્રિસ્ટલ પિરામિડ રાખવાનું સૂચન કર્યું. રાત્રે લેપટોપ પર પિરામિડ મૂક્યા બાદ સવારે લેપટોપ કામ ચલાવ ચાલુ થઈ ગયું હતું. અન્ય એક પ્રસંગમાં માતાને અકસ્માતમાં પગમાં ક્રેક થઈ હતી ત્યારે માતાએ નિયમિત રીતે પગ પર પિરામિડ રાખ્યો અને તેની એનર્જીના કારણે પગ સ્વસ્થ થયો. આ બંને પ્રસંગોને પિરામિડના મહત્ત્વ સાથે જોડીને સમજાવતાં માતા એટલે રાજકોટનાં નિવૃત્ત શિક્ષિકા ભાવનાબેન વ્યાસ. જેઓ પિરામિડ મેડિટેશન કરે છે અને આ એનર્જી ઘરેઘરે પહોંચે તે માટે સતત પ્રયાસરત છે.

ભાવનાબેને સરસ્વતી શિશુ મંદિરમાં 30 વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ત્રણ વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. જોકે, એક તબક્કે મેડિટેશન માટે પૂરતો સમય ફાળવી શકાતો ન હોવાથી તેણી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પિરામિડ એનર્જીની યાત્રામાં આગળ વધ્યાં.

પિરામિડ મેડિટેશન અંગે ભાવનાબેન જણાવે છે કે, “હું નિયમિત રીતે પિરામિડ મેડિટેશન કરું છું. ઘરના દરેક રૂૂમમાં અલગ-અલગ જગ્યાએ પિરામિડ રાખ્યા છે. અનાજમાં પણ પિરામિડ રાખું છું. આ ઉપરાંત લોકોને પેપર પિરામિડ બનાવતાં શીખવું છું અને પિરામિડ ભેટમાં પણ આપું છું. મારી ઇચ્છા છે કે પિરામિડની એનર્જી જનજન સુધી પહોંચે.”

પોતાની પિરામિડ મેડિટેશનની સફરને યાદ કરતાં તેઓ જણાવે છે કે, વર્ષ 2019માં તેમણે પિરામિડ મેડિટેશનનો ઓનલાઇન કોર્સ શરૂૂ કર્યો હતો. એ સમયે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હતો. ઘરમાં પતિ, સાસુ અને સસરા ત્રણેય કોરોના સંક્રમિત થયાં હતાં. તે સમય દરમિયાન પિરામિડ મેડિટેશનથી ઘરમાં માનસિક શાંતિ જળવાઈ રહી હોવાનો તેમનો અનુભવ છે. ત્રણેય સ્વસ્થ થઈ ગયાં. આ પ્રસંગ બાદ પિરામિડ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો.

ભાવનાબેને બેંગલુરુમાં આવેલી પિરામિડ વેલીમાં વિવિધ વિષયો પર આયોજિત 9, 11 અને 21 દિવસની અલગ-અલગ શિબિરોમાં ભાગ લીધો છે. તેઓ રોજિંદા જીવનમાં પણ પિરામિડની સાથે મેડિટેશન કરે છે. પિરામિડ મેડિટેશનને લઈને દેશ-વિદેશમાં વિવિધ કેન્દ્રો કાર્યરત છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિત અનેક સ્થળોએ આવાં કેન્દ્રો આવેલાં છે.

ભાવનાબેન અત્યાર સુધીમાં 300 જેટલા પિરામિડ બનાવી ચૂક્યાં છે અને લોકોને ભેટ પણ આપ્યાં છે. તેઓ લોકોને પિરામિડ બનાવતાં શીખવે છે અને પિરામિડ મેડિટેશન વિશે જાણકારી આપે છે. તેમની આ સફરમાં પતિ અતુલભાઈ વ્યાસ, સાસુ-સસરા તથા પરિવારજનોનો મહત્ત્વનો સહયોગ રહ્યો છે.

ભાવનાબેન ઇચ્છે છે કે તેમને પિરામિડ મેડિટેશનથી જે રીતે શાંતિનો અનુભવ થયો છે, તેવો અનુભવ અન્ય લોકો પણ કરી શકે. તેઓ માને છે કે, જેમ દીવા સાથે પ્રકાશનો સંબંધ છે, તેમ પિરામિડ જ્યાં હોય ત્યાં એનર્જીનો અનુભવ જરૂૂર થાય છે. તેમનું સ્વપ્ન છે કે બેંગલુરુની પિરામિડ વેલીની જેમ રાજકોટમાં પણ એક નાનું પિરામિડ મેડિટેશન સેન્ટર બનાવે, જ્યાં લોકો આવીને મેડિટેશનનો અનુભવ કરી શકે અને માનસિક શાંતિ મેળવી શકે. ભાવનાબેન વ્યાસની આ અનોખી પહેલને શુભેચ્છાઓ.

પિરામિડ શું છે?
ભાવનાબેનના જણાવ્યા અનુસાર, પિરામિડ એક વિશિષ્ટ ભૌમિતિક રચના છે, જે કોસ્મિક એનર્જી આકર્ષે છે અને સંગ્રહિત કરે છે. પિરામિડ શબ્દની ઉત્પત્તિ ગ્રીક ભાષાના ‘પાયરા’ અને ‘મીડ’ શબ્દો સાથે જોડવામાં આવે છે. તેમના મતે, પિરામિડની અંદર એનર્જી ઉત્પન્ન થાય છે, જે તેની અંદર રહેલી વસ્તુ કે વ્યક્તિને ઊર્જાવાન બનાવે છે.
પિરામિડ વિવિધ પ્રકારના અને અલગ-અલગ કદમાં ઉપલબ્ધ હોય છે. જરૂૂરિયાત મુજબ તેને ખરીદી શકાય છે અથવા જાતે પણ બનાવી શકાય છે. ઘરના કોઈપણ સ્થળે પિરામિડ રાખી શકાય છે. ઓર્ગન પિરામિડ, ક્રિસ્ટલ પિરામિડ અને કોપર પિરામિડ જેવા વિવિધ પ્રકારો ઉપરાંત અલગ-અલગ રંગના પિરામિડ પણ ઉપલબ્ધ છે. પિરામિડ મેડિટેશનમાં માનતા લોકો રંગ પ્રમાણે તેની જુદી જુદી અસરો હોવાનું માને છે.

ઇજિપ્તના ગીઝાના પિરામિડનો ઇતિહાસ છે રસપ્રદ
ઇજિપ્તમાં આવેલો ગીઝાનો મહાન પિરામિડ વિશ્વની પ્રાચીન સ્થાપત્યકલાનો અદ્ભુત નમૂનો છે. આ પિરામિડ આજે પણ પોતાની ભવ્યતા અને બાંધકામની વિશિષ્ટતાને કારણે લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેના નિર્માણમાં વિશાળ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલા ભારે પથ્થરોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈને આટલી ઊંચાઈએ ગોઠવવાની પ્રક્રિયા આજે પણ સંશોધનનો વિષય છે. પિરામિડની રચના, તેનું માપ અને તેની ભૌમિતિક વિશેષતાઓ સ્થાપત્યના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ભાવનાબેનના જણાવ્યા અનુસાર, ગીઝાના પિરામિડની ચોક્કસ ભૌમિતિક રચનાને આધારે તેના નાના મોડલ પણ તૈયાર કરી શકાય છે. આ માટે તેઓ બેઝનું માપ 15 સેન્ટિમીટર અને સાઇડનું માપ 14.25 સેન્ટિમીટર રાખીને પિરામિડ બનાવવાની પદ્ધતિ સમજાવે છે.

પિરામિડથી લોકોને અનેક ફાયદા થયાનો અનુભવ
ભાવનાબેન પિરામિડના અનેક ફાયદા જણાવે છે જેમ કે
પિરામિડ કેપ પહેરીને ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતામાં વધારો થાય છે તો વિદ્યાર્થીઓના અભ્યાસના ટેબલ પર પિરામિડ રાખવાથી એકાગ્રતા વધે છે એવું માનવામાં આવે છે.
શાકભાજી અને ફળોને પિરામિડની અંદર રાખવાથી તે લાંબો સમય તાજાં રહે છે એવો દાવો કરવામાં આવે છે.
કઠોળ અને અનાજમાં પિરામિડ રાખવાથી તેની ગુણવત્તામાં વધારો થતો હોવાનું પિરામિડ મેડિટેશનના અનુયાયીઓ માને છે.
પીવાના પાણીના વાસણ પર પિરામિડ રાખવાથી પાણી શુદ્ધ અને ઊર્જાવાન બને છે એવી માન્યતા છે.
ચિંતા, ભય અને માનસિક અશાંતિ દૂર કરવા માટે પિરામિડ મેડિટેશન ઉપયોગી હોવાનું તેઓ માને છે. પિરામિડનો ઉપયોગ જીવનના વિવિધ ક્ષેત્રોમાં થઈ શકે છે. જોકે, તેઓ તેનો સૌથી વધુ ઉપયોગ માનસિક શાંતિ અને મેડિટેશન માટે થાય એવું જરૂરી માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *