‘યે પ્રેમ મોલ લિયા’ની રીલિઝ પહેલાં ગીતોને એક અબજથી વધુ વ્યૂઝ

પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્દર્શક સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ’યે પ્રેમ મોલ લિયા’એ સિનેમાઘરોમાં રિલીઝ થવા પહેલાં જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.…

પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્દર્શક સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ’યે પ્રેમ મોલ લિયા’એ સિનેમાઘરોમાં રિલીઝ થવા પહેલાં જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી 27 નવેમ્બરના રોજ રિલીઝ થનારી આ ફિલ્મના સંગીતે ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી છે અને રિલીઝ પહેલાં જ તેના ગીતોને 1 અબજથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ ભવ્ય સફળતા બાદ ફિલ્મના સંગીતકાર હિમેશ રેશમિયા અને તેમના મ્યુઝિક લેબલ ’હિમેશ રેશમિયા મેલોડીઝ’ દ્વારા ફિલ્મના ગીતોને વિનાઇલ રેકોર્ડના ખાસ સંસ્કરણમાં લાવવાની તૈયારી કરવામાં આવી છે. વિનાઇલ રેકોર્ડ એ સંગીત સાંભળવાની ક્લાસિક અને વિન્ટેજ પદ્ધતિ છે, જેમાં ખાસ ગોળ રેકોર્ડ પર ગીતો વગાડવામાં આવે છે.

બોલિવૂડમાં કોઈ ફિલ્મની રિલીઝ પહેલાં તેના ગીતોનો વિનાઇલ રેકોર્ડ રજૂ કરવાની પહેલ અત્યંત દુર્લભ છે અને આશરે બે દાયકા કરતાં વધુ સમય બાદ આવો અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 80 અને 90 ના દાયકામાં સૂરજ બડજાત્યાની ’મૈંને પ્યાર કિયા’ અને ’હમ આપકે હૈં કૌન’ જેવી ફિલ્મોની ઓડિયો કેસેટ્સનું ઘરે-ઘરે જબરદસ્ત વેચાણ થયું હતું. યે પ્રેમ મોલ લિયાના સંગીતની જવાબદારી હિમેશ રેશમિયાએ સંભાળી છે, જેમાં તેમણે ભક્તિ ગીતોથી લઈને રોમેન્ટિક અને પારિવારિક ગીતોનો સુંદર સંગમ રજૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *