અયોધ્યા-જનકપુર રેલવે સેવાને લીલીઝંડી: મોદીએ કહ્યું, નેપાળ વગર ભારતના રામ અને ધામ અધૂરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેપાળમાં પૂર પછીના પુન:નિર્માણ અને લાંબા ગાળાના વિકાસમાં મદદ કરવા માટે 24,000 કરોડ નેપાલી રૂૂપિયાના ’વિકાસ સહયોગ પેકેજ’ની જાહેરાત કરી છે.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેપાળમાં પૂર પછીના પુન:નિર્માણ અને લાંબા ગાળાના વિકાસમાં મદદ કરવા માટે 24,000 કરોડ નેપાલી રૂૂપિયાના ’વિકાસ સહયોગ પેકેજ’ની જાહેરાત કરી છે. નેપાળના વડાપ્રધાને મોદીને પશુપતીનાથ મંદિરની રૂદ્રાક્ષ અને ચંદનની ભેટ આપી હતી. તો મોદીએ શાહને ત્રિવેણીના ગંગાજળની વળતી ભેંટ આપી હતી. દ્વિપક્ષીય વાટાઘાટો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “ઓગસ્ટમાં નેપાળમાં આવેલા ભયાનક પૂરને કારણે જે જાનહાનિ થઈ છે, તેના પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. અને આજે, નેપાળના પુન:નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને નવી તાકાત આપવા માટે, અમે 24,000 કરોડ નેપાલી રૂૂપિયાના ’વિકાસ સહયોગ પેકેજ’ની જાહેરાત કરીએ છીએ.” આ ઉપરાંત ભારતે નેપાળને ગુજરાતના કંડલા અને ઓડીશાના પારદીપ બંદરની વેપાર માટે એકસેસ આપી છે. જો કે નેપાળે મુંદ્રા બંદરની માગ કરી હતી.

આ ઉપરાંત ગુજરાતની ફોરેન્સિક યુનિ. તથા નેપાળ પોલીસના ગુના તપાસ વિભાગ વચ્ચે સહયોગ કરાર થયા હતા. એવી જ રીતે રક્ષા યુનિવર્સિટી સાથે પણ નેપાળની રાષ્ટ્રીય પોલીસ એકેડેમી વચ્ચે સહકાર સમજુતી થઇ હતી. બન્ને દેશો વચ્ચે જુદાજુદા ક્ષેત્રમાં કુલ 8 કરાર થયા હતા.શાહની નવી દિલ્હીની રાજ્ય મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંયુક્ત રીતે છ મુખ્ય ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી, ઉર્જા અને માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સાંસ્કૃતિક અને રેલ કનેક્ટિવિટી પર પ્રકાશ પાડતા, બંને નેતાઓએ એસ. ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુરને જોડતી ’સરયુ-કમલા એક્સપ્રેસ’ રેલ સેવાનું ઉદઘાટન કર્યું હતું.

મોદીએ આ પ્રસંગે ટકોર કરી હતી કે નેપાળ વિના ભારતના રામ અને ધામ અધુરા છે.સરહદ પર માર્ગ અને વેપારના માળખાકીય સુવિધાઓને વેગ આપતા, તેમણે ભારતનાં ધારચુલાને નેપાળનાં દારચુલા સાથે જોડતા નવા સીમાપાર મોટર-યોગ્ય પુલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે બનબસા ખાતે એક નવા ’ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ’ (ઈંઈઙ) નો શિલાન્યાસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *