ચીનમાં પાળતુ ડોગીઝની યાદ સાચવીને રાખવા માટે એક મોંઘો ટ્રેન્ડ શરૂૂ થયો છે. પશ્ચિમના દેશોમાં પ્રિયજનોનાં અસ્થિમાંથી ડાયમન્ડ કે યાદગાર ચીજો બનાવીને પહેરવાનો ટ્રેન્ડ છે એવું જ કંઈક ચીનીઓએ પાળતુ ડોગીઓ માટે શરૂૂ કર્યું છે. અહીં લોકો ડોગીનાં અસ્થિમાંથી સ્મારક ડાયમન્ડ બનાવડાવે છે. એ માટે લગભગ 13.90 લાખ રૂૂપિયાનો ખર્ચ થાય છે. ચીનમાં એનો બિઝનેસ ફૂલીફાલી રહ્યો છે.
જોકે હવે આ ચમકતા ધંધા વિશે જ્વેલરી-નિષ્ણાતોએ ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમનું કહેવું છે કે એવી કોઈ ટેસ્ટ નથી હોતી જેનાથી એ સાબિત થઈ શકે કે તમને આપવામાં આવેલા હીરામાં તમારા પાળેલા જાનવરના જ કાર્બન અંશો વાપરવામાં આવ્યા છે. આ વેપારી તમને લેબ-ગ્રોન હીરો તમારા ડોગીના સંભારણા તરીકે હાથમાં પકડાવીને લાખો રૂૂપિયા કમાઈ શકે છે. સામાન્ય રીતે પ્રાણીપ્રેમીઓ પોતાના ડોગીની રૂૂંવાટી અને હાડકાંના અંશોમાંથી બનતા કાર્બનમાં ફેરવીને એનો હીરો બનાવડાવે છે. હીરો પણ કાર્બનનું જ એક સ્વરૂૂપ છે. જોકે આ અસ્થિમાંથી ડાયમન્ડના ક્ધવર્ઝનની ટેક્નોલોજી ખૂબ મોંઘી હોવાથી હીરો ખૂબ મોંઘો પડે છે.
