ચિત્રકૂટમાં ચંકી પાંડે નામનો ગધેડો રૂા.72000માં વેચાયો

બોલીવુડ ઍક્ટર ચંકી પાંડે આજકાલ ઍક્ટિંગ માટે નહીં, પણ એક ગધેડાને કારણે ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ભરાયેલા ડોન્કી મેળામાં ચંકી પાંડે નામનો એક ગધેડો…

બોલીવુડ ઍક્ટર ચંકી પાંડે આજકાલ ઍક્ટિંગ માટે નહીં, પણ એક ગધેડાને કારણે ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ભરાયેલા ડોન્કી મેળામાં ચંકી પાંડે નામનો એક ગધેડો સ્ટાર બની ગયો છે. આ ગધેડો 72,000 રૂૂપિયામાં વેચાયો હતો અને આ મેળામાં વેચાયેલો સૌથી મોંઘો ગધેડો બન્યો હતો. મંદાકિની નદીના કિનારે ભરાતા આ મેળામાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાનથી લગભગ 250 ગધેડા અને ખચ્ચર વેચાવા આવ્યા હતા.

આ મેળામાં વેપારીઓ ખરીદદારોને આકર્ષિત કરવા માટે ગધેડાઓનું નામકરણ બોલીવુડના કલાકારોના નામે કરે છે. જોકે માત્ર નામ સુપરસ્ટારનું પાડી દેવાથી એને વધુ કિંમત મળે છે એવું નથી. આ મેળામાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી નામ ધરાવતા ગધેડાઓ પણ હતા, પરંતુ એને ચંકી પાંડે જેટલી કિંમત મળી નહોતી. એક છાપાવાળાએ તો આ બાબતે ઍક્ટરને સીધું પૂછી લીધું તો તે કહે છે, ’આ તો મારા માટે સન્માનની વાત છે. મારા દોસ્તો પણ આ સમાચારની ક્લિપ મને ફોર્વર્ડ કરી રહ્યા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *