ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા અને સામાન્ય નાગરિકો માટે સ્વરોજગારની નવી તકો ઊભી કરવાના હેતુથી રાજ્ય સરકારે હોમસ્ટે વ્યવસાયને લગતા નિયમોમાં મહત્વપૂર્ણ રાહતો આપી છે. અત્યાર સુધી હોમસ્ટે શરૂૂ કરવા માટે મિલકતના માલિકે કેટલીક ફરજિયાત શરતોનું પાલન કરવું પડતું હતું. રૂૂમની મર્યાદા, માલિકની સ્થળ પર હાજરી, પોલીસ વેરિફિકેશન અને રિન્યુઅલ માટેની પ્રક્રિયા જેવી બાબતોને કારણે કેટલાક મિલકતધારકો હોમસ્ટે વ્યવસાય શરૂૂ કરવામાં મુશ્કેલી અનુભવતા હતા.
હવે રાજ્યના પ્રવાસન વિભાગે આ પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવહારુ બનાવવા માટે નીતિમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. નવા સુધારા મુજબ, હોમસ્ટેમાં મહત્તમ રૂૂમની સંખ્યા છથી વધારીને નવ કરવામાં આવી છે. એટલે કે હવે મિલકતધારકો અગાઉ કરતાં વધુ રૂૂમ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવી શકશે.
આ ઉપરાંત, હોમસ્ટેના સંચાલન માટે મિલકતના માલિકે પોતે જ ત્યાં રહેવું ફરજિયાત રહેશે નહીં. માલિક પોતાની ગેરહાજરીમાં વ્યવસાયનું સંચાલન કરવા માટે અધિકૃત મેનેજરની નિમણૂક પણ કરી શકશે. આ નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે, જેઓ પ્રવાસન સ્થળોની નજીક મિલકત ધરાવે છે, પરંતુ વ્યવસાયના સ્થળે સતત હાજર રહી શકતા નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોનો મુખ્ય હેતુ ગુજરાતમાં પ્રવાસન સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓ વધારવાનો અને સ્થાનિક લોકોને આવકના નવા વિકલ્પો પૂરા પાડવાનો છે. સરકારની આ પહેલથી માત્ર હોમસ્ટેની સંખ્યામાં વધારો થવાની જ નહીં, પરંતુ પ્રવાસીઓને હોટલ ઉપરાંત સ્થાનિક જીવનશૈલી, પરંપરા અને સંસ્કૃતિનો અનુભવ કરાવતી રહેવાની સુવિધા પણ વિસ્તરવાની અપેક્ષા છે.
પ્રવાસન વિભાગના નવા સુધારા હેઠળ હોમસ્ટે સંચાલકોને સૌથી મોટી રાહત રૂૂમની સંખ્યામાં આપવામાં આવી છે. અગાઉ હોમસ્ટેમાં વધુમાં વધુ છ રૂૂમ રાખવાની મંજૂરી હતી, જેને વધારીને હવે નવ રૂૂમ કરવામાં આવી છે. આ ફેરફારથી પ્રવાસીઓ માટે વધુ આવાસ ઉપલબ્ધ થશે અને હોમસ્ટે સંચાલકોને તેમની મિલકતનો વધુ સારી રીતે ઉપયોગ કરીને આવક વધારવાની તક મળશે. ગુજરાતમાં કચ્છ, સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગીર અને સાપુતારા સહિતનાં અનેક પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. તહેવારો, રજાઓ અને પ્રવાસન સીઝન દરમિયાન સારી આવાસ સુવિધાની માંગ રહેતી હોય છે. આવી સ્થિતિમાં હોટલની સાથે હોમસ્ટેનો વિકલ્પ પણ પ્રવાસીઓ માટે ઉપયોગી બની શકે છે. રૂૂમની મર્યાદામાં વધારો થવાથી પ્રવાસન સ્થળોની નજીક રહેતા મિલકતધારકોને આ ક્ષેત્રમાં જોડાવાની વધુ તક મળશે.
હોમસ્ટે વ્યવસાયમાં અત્યાર સુધી મિલકતના માલિકે સ્થળ પર પ્રત્યક્ષ હાજર રહેવાની શરતને કારણે કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને અન્ય શહેરમાં રહેતા મિલકતધારકો અથવા નોકરી-વ્યવસાયને કારણે સતત હાજર ન રહી શકતા લોકો માટે આ શરત અવરોધરૂૂપ બની શકતી હતી. હવે નવા નિયમો હેઠળ મિલકતના માલિકે હોમસ્ટેમાં પોતે રહેવું ફરજિયાત રહેશે નહીં. તેઓ પોતાની મિલકતનું સંચાલન જાતે કરી શકશે અથવા કોઈ અધિકૃત મેનેજરને જવાબદારી સોંપી શકશે. આ નિર્ણયથી હોમસ્ટે વ્યવસાયમાં વધુ લોકો જોડાઈ શકશે અને મિલકતનું વ્યાવસાયિક સંચાલન પણ સરળ બનશે.
જોકે, મેનેજરની નિમણૂક થાય તો પણ પ્રવાસીઓની સલામતી, સ્વચ્છતા અને જરૂૂરી સુવિધાઓ જાળવવાની જવાબદારી સંચાલકની રહેશે. હોમસ્ટેની નોંધણી કરાવવા માટે અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હતી. આ પ્રક્રિયાને કારણે અરજદારોને વધારાની કાગળિયાં કામગીરી અને સમયનો ખર્ચ થતો હતો. હવે પ્રવાસન વિભાગે નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની ફરજિયાત શરત દૂર કરી છે. આ ફેરફારથી નવા હોમસ્ટે શરૂૂ કરવા ઇચ્છતા મિલકતધારકો માટે નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનશે. જોકે, પોલીસ વેરિફિકેશનની શરત દૂર કરવાનો અર્થ પ્રવાસીઓની સુરક્ષાના નિયમો દૂર થયા એવો નથી. પ્રવાસીઓની સલામતી, જવાબદાર સંચાલન અને જરૂૂરી સુવિધાઓ સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.હોમસ્ટે નોંધણી અને તેના નવીનીકરણની પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અધિકારીઓ દ્વારા દરેક અરજી માટે ફરીથી સ્થળ પર જઈને તપાસ કરવાની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે. જોકે, જરૂૂરિયાત જણાય ત્યારે વિભાગ દ્વારા રેન્ડમ ચકાસણી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી સંચાલકોનો સમય બચશે અને સરકારી કચેરીઓની પ્રક્રિયા પરનો બોજ પણ ઘટી શકશે.
રાજ્ય સરકાર દ્વારા હોમસ્ટેના નિયમોમાં કરવામાં આવેલા આ સુધારા પ્રવાસન ક્ષેત્રના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું બની શકે છે. એક તરફ પ્રવાસીઓને હોટલ ઉપરાંત સ્થાનિક પરિવારો સાથે જોડાયેલી આવાસ સુવિધાઓ મળશે, તો બીજી તરફ સ્થાનિક મિલકતધારકોને આવક અને રોજગારીની તક મળશે.
હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો ઉછાળો
રાજ્યમાં હોમસ્ટે વ્યવસાયને મળી રહેલા પ્રતિસાદના આંકડા પણ નોંધપાત્ર છે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના આંકડા અનુસાર, ગુજરાતમાં મંજૂર થયેલી હોમસ્ટે અરજીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2024-25માં રાજ્યમાં 90 હોમસ્ટેને મંજૂરી મળી હતી. ત્યારબાદ વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 148 થઈ હતી. જ્યારે વર્ષ 2026-27માં મંજૂર હોમસ્ટેની સંખ્યા વધીને 304 થઈ છે. આમ, 2025-26ની સરખામણીએ 2026-27માં 105.4 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય પ્રત્યે મિલકતધારકોનો રસ વધી રહ્યો છે.
હોમસ્ટેનું રજિસ્ટ્રેશન બે વર્ષ સુધી માન્ય રહેશે
નવા નિયમો અનુસાર હોમસ્ટેનું રજિસ્ટ્રેશન બે વર્ષ માટે માન્ય રહેશે. બે વર્ષની નોંધણી પૂર્ણ થયા બાદ સંચાલકો ઓનલાઈન સેલ્ફ-ડિક્લેરેશન એટલે કે સ્વ-ઘોષણા કરીને રજિસ્ટ્રેશનનું નવીનીકરણ કરાવી શકશે. ખાસ વાત એ છે કે, હવે દરેક રિન્યુઅલ વખતે ફરજિયાત ભૌતિક સ્થળ ચકાસણી કરાવવાની જરૂૂર રહેશે નહીં.
