મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં SC-ST અનામત બેઠકોના રોટેશન (બદલાવ) મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો અને સ્પષ્ટ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે ચૂકાદો આપતા જણાવ્યું છે કે, કોઈપણ મતદાર કે ઉમેદવાર પાસે ચોક્કસ મતક્ષેત્રને SC-ST માટે આરક્ષિત કરાવવાનો કોઈ બંધારણીય કે કાનૂની અધિકાર નથી. બેઠકોનું રોટેશન કઈ પદ્ધતિથી અને કઈ સમયસીમામાં થશે, તેનો નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર સરકાર (કાર્યપાલિકા) ના શિરે રહેલો છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના ’સીટોના અનામતની પદ્ધતિ અને રોટેશન નિયમ, 2025’ ના નિયમ 12 ને પડકારતી અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી છે. અરજદારની દલીલ હતી કે નવા સુધારા મુજબ રોટેશન ચક્ર નવેસરથી શરૂૂ કરવાથી ઓછી જઈ-જઝ વસ્તી ધરાવતા વિસ્તારોને ક્યારેય અનામતનો લાભ મળશે નહીં. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2025 ના સુધારા પછીની આગામી ચૂંટણીને રોટેશન માટે પ્રથમ ચૂંટણી ગણવામાં કશું જ ખોટું નથી.
જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ અવલોકન કર્યું હતું કે બંધારણ અને નિયમો હેઠળ સ્થાનિક સંસ્થાની કુલ વસ્તીમાં „ SC/ST ના પ્રમાણના આધારે બેઠકોનું અનામત નક્કી થાય છે. કાયદો આરક્ષિત બેઠકોના રોટેશનની જોગવાઈ જરૂૂર કરે છે, પરંતુ તેની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવો એ સંપૂર્ણપણે સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે નિયમ 12 અનામત કે રોટેશનના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ નથી.
