CM કોળી સમાજના હોવા જોઇએ: માતાજીના માંડવામાં પબુભાએ રાજકીય કૂકરી ગાંડી કરી

  ગુજરાતમાં ચૂંટણીને તો હજુ થોડી વાર છે પણ તે પહેલાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ હોય તેમ લાગે છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હંમેશા ચર્ચામાં…

 

ગુજરાતમાં ચૂંટણીને તો હજુ થોડી વાર છે પણ તે પહેલાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ હોય તેમ લાગે છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હંમેશા ચર્ચામાં રહેતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઇએ તેવું નિવેદન આપી રાજકારણ ગરમાવી દીધું છે.

દ્વારકા કોળી સમાજની વાડી ખાતે 12 નવેમ્બરે યોજાયેલા માતાજીના માંડવાના પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીની હાજરીમાં પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધુ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ. માણસ જન્મે ત્યારે તેના પર મા-બાપ, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે.

સમાજનું ઋણ ઉતારવા જેની પાસે પૈસા હોય તે પૈસા આપે, હાજરી આપી શકે તે હાજરી આપે, કામ કરી શકે તે કામ કરે અને પીરસી શકે તે પીરસે. સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરવો જોઈએ. સમાજની વાડી એ સમાજનું કેન્દ્રબિંદુ છે, જ્યાં સમાજના દરેક દીકરા-દીકરી પોતાપણું અનુભવે છે. હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો જાગૃતિ લાવવા ખૂબ મહેનત કરે છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, અમલ સમાજે પોતે કરવો પડે છે. આજના જમાનામાં દીકરા-દીકરીઓને ભણાવવા અને કુરિવાજો તથા વ્યસનો છોડી વિકાસ સાધવા માટે દ્વારકાધીશને સૌને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *