હેરી પોટરના ચાહકોને મળશે ક્રિસમસ ભેટ, ‘રીબૂટ’ સિરીઝ ને પુસ્તકો રિલીઝ થશે

હેરી પોટરની જાદુઈ દુનિયાનો ક્રેઝ હજુ પણ વિશ્વભરમાં યથાવત છે. હવે હેરી પોટરના ચાહકો માટે એક સાથે બે મોટા સમાચાર સામે આવ્યા છે. HBO પોતાની…

હેરી પોટરની જાદુઈ દુનિયાનો ક્રેઝ હજુ પણ વિશ્વભરમાં યથાવત છે. હવે હેરી પોટરના ચાહકો માટે એક સાથે બે મોટા સમાચાર સામે આવ્યા છે. HBO પોતાની નવી ’Harry Potter’ ’ રીબૂટ સિરીઝ ક્રિસમસના દિવસે એટલે કે 25 ડિસેમ્બર, 2026ના રોજ રજૂ કરવાની તૈયારીમાં છે.

બીજી તરફ, લેખિકા જે.કે. રોલિંગે હેરી પોટરની દુનિયા સાથે જોડાયેલા બે નવા પુસ્તકોની જાહેરાત કરી છે, જે 23 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રકાશિત થવાના છે.
HBOની નવી ’Harry Potter’ ’ સિરીઝની પ્રથમ સીઝન 25 ડિસેમ્બર, 2026ના રોજ પ્રીમિયર થશે. આ સિરીઝ હેરી પોટરની પ્રથમ નવલકથા Harry Potter and the Philosopher’s Stone’ પર આધારિત હશે. પ્રથમ સીઝનમાં કુલ આઠ એપિસોડ હશે, જે HBO અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ખફડ્ઢ પર એકસાથે રજૂ કરવામાં આવશે. ફિલ્મોની સરખામણીમાં સિરીઝનું ફોર્મેટ લાંબું હોવાથી મૂળ પુસ્તકોમાં દર્શાવવામાં આવેલા કેટલાક એવા પાત્રો અને પ્રસંગોને પણ સ્થાન મળી શકશે, જે અગાઉની ફિલ્મોમાં સામેલ કરવામાં આવ્યા નહોતા.

હેરી પોટરના ચાહકો માટે બીજો મોટો સમાચાર પુસ્તકોને લઈને છે. બ્લૂમ્સબરી પબ્લિશિંગની ’Pocket Potters’ શ્રેણી હેઠળ બે નવા પુસ્તકો 23 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રકાશિત થવાના છે. આ પુસ્તકોમાં હોગવર્ટ્સની લોકપ્રિય પ્રોફેસર મિનર્વા મેકગોનાગલ અને જાણીતા વીઝલી જોડિયા ભાઈઓ ફ્રેડ તથા જ્યોર્જ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંને પુસ્તકો હાર્ડકવર સ્વરૂૂપમાં હશે અને દરેકમાં 32 રંગીન પાનાં હશે. તેમાં પાત્રો સાથે જોડાયેલા યાદગાર પ્રસંગો, રસપ્રદ માહિતી, ખાસ વિગતો અને હોગવર્ટ્સની જાદુઈ દુનિયા સાથે જોડાયેલા છુપાયેલા સંદર્ભોનો સમાવેશ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *