આયુષ્યમાન કાર્ડમાં ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીની સારવાર બંધ

કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજનામાં 1 નવેમ્બરથી મોટો ફેરફાર: કરોડો દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડશે: નેશનલ હેલ્થ ઓથોરીટીએ રાજય સરકારે પત્ર લખી ખર્ચનું ભારણ ઘટાડવા…

કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજનામાં 1 નવેમ્બરથી મોટો ફેરફાર: કરોડો દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડશે: નેશનલ હેલ્થ ઓથોરીટીએ રાજય સરકારે પત્ર લખી ખર્ચનું ભારણ ઘટાડવા દિશાનિર્દેશ મોકલ્યા

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ’આયુષ્માન ભારત યોજના’ હેઠળ દેશભરમાં રૂૂ. 5 લાખ સુધીની મફત સારવાર મેળવતા લાભાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ યોજનામાં મોટો ફેરફાર કરતા હવે કુલ 112 જેટલી બીમારીઓની સારવાર અને ઓપરેશનના પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલો માટે જ અનામત રાખવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (ગઇંઅ) દ્વારા અગાઉ 23 પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા હતા, જ્યારે હવે આગામી 1 ડિસેમ્બર 2026 સુધીમાં અન્ય 89 પેકેજને પણ સરકારી હોસ્પિટલો પૂરતા સીમિત કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણોને દિશાનિર્દેશો મોકલી આપવામાં આવ્યા છે. જોકે, આ પેકેજોને ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના ઉપસચિવ ડો. શૈલેષ દ્વારા તમામ રાજ્યોના સ્ટેટ હેલ્થ ઓથોરિટી (જઇંઅ) ને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, જાહેર આરોગ્ય સુવિધાઓ માટે આરક્ષિત કરાયેલા પેકેજોની નવી યાદી આગામી 1 ડિસેમ્બર 2026થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (ઝખજ) માં લાગુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કેરળ, કર્ણાટક, મેઘાલય, મણિપુર, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં આ વ્યવસ્થા અગાઉથી જ આંશિક રીતે અમલમાં છે. હવે સમગ્ર દેશમાં એકસમાન વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલોમાંથી આ પેકેજ હટાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી હોસ્પિટલો પાછળ થતો સરકારી ખર્ચ ઘટાડવાનો અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો છે. આ યાદીમાં ડે-કેર સારવાર, ઓપરેશન તેમજ લાંબી ચાલતી સારવારનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યોમાં એ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે કે સરકારી હોસ્પિટલોમાં આ તમામ 112 પેકેજ હેઠળ સારવાર આપવા માટે પૂરતા ડોક્ટરો અને સંસાધનો ઉપલબ્ધ છે કે કેમ. બીજી તરફ, ઉત્તરાખંડ સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ આ અંગે હોસ્પિટલો અને નિષ્ણાતો સાથે બેઠક યોજીને સૂચનો મેળવ્યા છે, જ્યાં રાજ્યમાં 350થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી છે. દૂન મેડિકલ કોલેજ હોસ્પિટલના એમએસ ડો. આર.એસ. બિષ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લગભગ તમામ પ્રકારની સારવાર અને સર્જરી થઈ રહી છે અને માંગવામાં આવેલી વિગતો પ્રાધિકરણને મોકલવામાં આવી રહી છે.

આ ઓપરેશન સરકારી હોસ્પિટલોમાં થશે
આ 112 પેકેજોમાં ગાયનેક (સ્ત્રી રોગ), જનરલ સર્જરી, માનસિક રોગ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, ઈએનટી (કાન-નાક-ગળા) અને નેત્ર રોગ વિભાગની બીમારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લિવર ડિસીઝ, સિવિયર એનિમિયા, પેન્ક્રિયાટાઇટિસ, એક્યુટ બ્રોન્કાઇટિસ, હેપેટાઇટિસ, મૂડ ડિસઓર્ડર, તણાવ વ્યવસ્થાપન, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયેરિયા, બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, એમટીપી, હિસ્ટ્રેક્ટમી, ગર્ભાશયનું ઓપરેશન, મોતિયો (મોતિયાબિંદ), સાયકોલોજી બિહેવિયર, મેન્ટલ ડિસઓર્ડર, એન્ઝાયટી, એડીએચડી (અઉઇંઉ), ગ્લુકોમા સ્ક્રીનિંગ, ફ્રેક્ચર અને ઈએનટી સર્જરી જેવી સારવારો હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ બનશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *