મોરબીના સાહિલને છોડવા યુક્રેન તૈયાર, ભારતના જવાબની રાહ

મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેએનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…

મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેએનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ પણ સતત ભારત અને યુક્રેન સરકાર સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છે તેવામાં હાલમાં તેઓ તેઓ યુક્રેન ગયા છે ત્યાં યુક્રેનની સરકારે સાહિલ માજોઠીને મુક્ત કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે જો કે, ભારત સરકાર તરફથી સત્તાવાર જવાબ મળે તેની રાહ જોવાઇ રહી છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન મજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024 માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે તેને ગયો હતો અને ત્યાં સાઈડમાં તે કુરિયર સર્વિસમાં કામ કરતો હતો અને તેની પાસે રહેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સ વિશે સાહિલ માજોઠી કશું જાણતો ન હતો તેમ છતાં પણ તેની સામે કેસ ચાલી ગયો હતો જેમાં સાહિલને સજા પડી હતી જેથી સાહિલ રશિયાની જેલમાં હતો તેવામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂૂ થયું હતું અને આ યુદ્ધમાં રશિયા તરફથી યુક્રેન સામે લડવા માટે સાહિલ માજોઠીને હથિયાર સાથે યુક્રેનની બોર્ડર ઉપર મોકલવામાં આવ્યો હતો જો કે સાહિલ માજોઠીએ ત્યાં યુદ્ધ કરવાના બદલે આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી એટલે કે છેલ્લા 13 મહિનાથી સાહિલ માજોઠી યુક્રેડના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.

બીજી બાજુ દિલ્હી હાઇકોર્ટમાં પણ સાહિલની મુક્તિ માટેની કાર્યવાહી ચાલી રહી છે જેથી તેઓના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ખાતે ગયેલા છે અને ત્યાં ડિટેન્શન સેન્ટરમાં જઈને સાહિલ માજોઠી સાથે મુલાકાત કરી હતી આટલું જ નહીં પરંતુ યુક્રેનના સત્તાધીશો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી ત્યારબાદ દીપા જોસેફે જણાવ્યું હતું કે સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર છે જો કે, કેન્દ્ર સરકાર તરફથી ઈમેલ કરવામાં આવે તો સાહિલ માજોઠી મુક્તિ વહેલી થઈ શકે તેમ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તેઓ ભારત સરકારને ઈમેલ કરી રહ્યા છે પરંતુ ભારત સરકાર તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ નથી.

હાલમાં દીપા જોસેફે એક વિડીયો સોશયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને હાથ જોડીને અપીલ કરતા ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે યુક્રેન સરકારને સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે ઈમેલ કરવામાં આવશે તો તરત જ સાહિલ માજોઠી યુક્રેનના ડિટેસન સેન્ટર ખાતેથી મુક્ત થઈને ભારત આવી શકે તેમ છે જો કે, હવે ભારત સરકાર દ્વારા ઈમેક કરવામાં જેટલો વિલંબ કરવામાં આવશે તેટલો વિલંબ સાહિલની યુક્રેનથી મુક્તિમાં લાગશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *