ગુજરાત સરકારે તેની નવી ડેટા સેન્ટર પોલિસીની જાહેરાત કર્યાના માત્ર ચાર મહિનામાં જ રાજ્યને 27 ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે રૂૂ. 23 લાખ કરોડથી વધુના રોકાણના પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે. આ તમામ પ્રોજેક્ટ્સની સંયુક્ત સૂચિત ક્ષમતા લગભગ 24 ગીગાવોટ (GW) જેટલી છે. આટલા ટૂંકા ગાળામાં મળેલો આ જંગી પ્રતિસાદ દર્શાવે છે કે ગુજરાત હવે દેશનું નવું ડિજિટલ અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનવા જઈ રહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં આવેલ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી, ધોલેરા, રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બનીને ઉભરી આવ્યું છે. કુલ 27માંથી 19 પ્રસ્તાવો માત્ર ધોલેરા માટે જ મળ્યા છે. આ 19 પ્રોજેક્ટ્સની ક્ષમતા 17GW છે અને તેનું કુલ રોકાણ રૂૂ. 18 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. મોટા પાયે રોકાણ માટે ધોલેરા પસંદગીનું સ્થળ છે અને કુલ સૂચિત ક્ષમતાનો લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ એકલા ધોલેરામાં જ સ્થાપિત થશે.
રાજ્ય સરકાર દ્વારા ગત 9 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલી ’વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ હેઠળ રૂૂ. 6 લાખ કરોડના રોકાણ અને 7.5 GW ક્ષમતાના ડેટા સેન્ટર ઊભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, વર્તમાન પ્રતિસાદ આ લક્ષ્યાંકો કરતાં ક્યાંય વધુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ઇન્ફ્રા, હાઇપરવોલ્ટ, વેલસ્પન, ટોરેન્ટ પાવર, UPL અને LT જેવી દેશની મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓએ આ માટે પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા છે.
આ નવી પોલિસી હેઠળ મોટા રોકાણો આકર્ષવા માટે સરકાર દ્વારા જંગી નાણાકીય પ્રોત્સાહનો અને માળખાગત સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને કોમર્શિયલ કામગીરી શરૂૂ થયાના 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂૂ. 1 ની પાવર ટેરિફ સબસિડી અને વીજળી ડ્યુટીમાં 100% રિફંડ મળશે. આ ઉપરાંત જમીનની ખરીદી કે લીઝ પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પ્રથમ 8 વર્ષ સુધી મશીનરી અને ઇમારતો પર પણ SGST રિફંડની જોગવાઈ છે.
ડેટા સેન્ટર્સને મોટા પ્રમાણમાં પાણીની જરૂૂરિયાત હોવાથી, પોલિસીમાં કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ્સ માટે પણ ભંડોળ આપવાની જોગવાઈ છે. આ સાથે સરકાર દ્વિમુખી પાવર સપ્લાય, 24 કલાક પાણી અને ઝડપી મંજૂરીઓ પૂરી પાડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રોકાણો ભારત અને વિશ્વની ઝડપથી વધતી ડિજિટલ માળખાગત જરૂૂરિયાતો પૂરી કરીને ગુજરાતને હાઇપરસ્કેલ અઈં કમ્પ્યુટિંગ અને સુરક્ષિત ડેટા હોસ્ટિંગ માટેનું એક વૈશ્વિક અને વ્યૂહાત્મક હબ બનાવશે.
