પનોતી દૂર થતાં શેરબજારમાં આતશબાજી, ક્રૂડ 100 ડોલર નીચે

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનો પરાજય થતા વિશ્ર્વભરના શેરબજારોમાં રોનક પાછી ફરી છે અને ભારતીય શેરબજારમાં પણ દિવાળી પહેલા આતશબાજી જોવા મળી હતી. ટ્રમ્પની…

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનો પરાજય થતા વિશ્ર્વભરના શેરબજારોમાં રોનક પાછી ફરી છે અને ભારતીય શેરબજારમાં પણ દિવાળી પહેલા આતશબાજી જોવા મળી હતી.
ટ્રમ્પની પાર્ટીના પરાજયથી ક્રુડના ભાવમાં 9 ટકાનો ઘટાડો થતા ફરી ક્રુડનો ભાવ 100 ડોલર નીચે 94 ડોલર સુધી જતા ભારતીય શેર બજારને બુસ્ટર મળ્યુ હતુ અને સેન્સેકસમાં 2100 અંક અને નિફટીમાં 600થી વધુ અંકનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ આજે કોમોડિટી બજારની વાત કરીએ તો સોના ચાંદીમાં પણ આજે વધારો જોવા મળ્યો છે સોનામાં 1900 રૂૂપિયા અને ચાંદીમાં 3000 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો છે સોનુ હાલ વાયદા બજારમાં 1,45,200 જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹1,88,450 જોવા મળી રહ્યો છે.
સતત છ સત્રમાં સેન્સેકસ નિફટી 8 ટકા વધત સેન્સેકસ 79 હજારની સપાટી વટાવી ગયો હતો. જયારે નિફટી પણ 24500 અંક નજીક ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

આ ઐતિહાસિક તેજીમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોએ સૌથી આગળ રહીને બજારને ટેકો આપ્યો છે. નિફ્ટી બેન્ક 1900 પોઇન્ટના જોરદાર ઉછાળા સાથે 57848ની નવી ઊંચાઈએ પહોંચ્યો છે, જ્યારે બેન્કેક્સમાં પણ 2.85%ની મજબૂત તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત, નિફ્ટી IT અને મિડકેપ શેરોમાં પણ ચોતરફ ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે.

અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં જીત મેળવી છે. આ પરિણામોથી વોશિંગ્ટનમાં રાજકીય અનિશ્ચિતતા દૂર થઈ છે. ત્યારબાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક તેજી નોંધાઈ હતી.ડાઓ જોન્સ 3.03% એટલે કે 1,569 પોઇન્ટ વધ્યો હતો. જ્યારે જઙ 500માં 1.58% અને ગફતમફમિાં 1.44%નો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા આ સકારાત્મક સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.

ભારતીય અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત કાચા તેલના મોરચે મળી છે. ચૂંટણીનાં પરિણામો બાદ અમેરિકન કોંગ્રેસમાં ડેમોક્રેટિક નેતાઓ તરફથી પશ્ચિમ એશિયામાં શાંતિ મંત્રણા ઝડપી બનાવવાનાં નિવેદનોને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 9%નો મોટો ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 94.12 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાં ફરીથી ખરીદી વધારી છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ઋઈંઈંત એ ભારતીય શેરબજારમાં ₹7,284 કરોડની નેટ ખરીદી કરી હતી.
શેરબજારની તેજીની આગેવાની બેન્કિંગ અને ઇન્ડેક્સના હેવીવેઇટ શેરોએ કરી છે. નિફ્ટી બેન્ક (+1.47%) અને મિડકેપ ઇન્ડેક્સ (+1.42%)માં જોરદાર ખરીદી જોવા મળી છે. નિફ્ટી IT પણ 1.80% વધીને 32,639ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છયહશફક્ષભય ઈંક્ષમીતિશિંયત, ICICI Bank, HDFC Bank અને Axis Bank જેવા મોટા શેરોમાં ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકોમાં 1,300 પોઇન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે.

સવારથી જ ગિફ્ટ નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુની તેજી જોવા મળી રહી હતી. તેના કારણે ભારતીય બજારની શરૂૂઆત મજબૂત રહી હતી અને બજાર ખુલતાની સાથે જ નિફ્ટીને 24,300નું સ્તર પાર કરવામાં મદદ મળી હતી. જ્યારે સેન્સેક્સ 1200 અંકના વધારા સાથે 79450ના સ્તરે ખુલ્યો હતો.

મસ્કનો 500 મિલિયનનો દાવ ઉલ્ટો, ટેસ્લા-સ્પેસએકસના શેર ગગડયા

અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કે યુએસ મિડટર્મ ચૂંટણીમાં અડધો અબજ ડોલર (લગભગ 500 મિલિયન ડોલર) જેટલી જંગી રકમ ખર્ચી હોવા છતાં તેમનો આ રાજકીય દાવ નિષ્ફળ રહ્યો છે. અમેરિકી કોંગ્રેસના બંને ગૃહો પર ડેમોક્રેટ્સે કબજો જમાવ્યો છે અને ટેક્સાસના ગવર્નર પદની રેસમાં પણ જીના હિનોજોસા સામે રિપબ્લિકન ગ્રેગ એબોટની હાર થઈ છે. આ પરિણામોની સીધી અસર મસ્કની માલિકીની કંપનીઓ પર જોવા મળી છે. ચૂંટણી પછી ડાઉ જોન્સ અને નાસ્ડેક સહિતના અમેરિકન શેરબજારોમાં જંગી ઉછાળો આવ્યો હોવા છતાં, પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં સ્પેસએક્સના શેરમાં 3.8% અને ટેસ્લાના શેરમાં 3.6% નો ઘટાડો નોંધાયો છે. મસ્ક માટે આ રાજકીય ફટકો ખાસ કરીને ટેક્સાસમાં વધુ પીડાદાયક છે, કારણ કે તેમની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા, સ્પેસએક્સ અને ભવિષ્યનો ચિપમેકિંગ પ્રોજેક્ટ ત્યાં જ સ્થિત છે. ’ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના વિશ્ર્લેષણ મુજબ, 2026 ની મિડટર્મ ચૂંટણીમાં મસ્કે રિપબ્લિકન ઉમેદવારો પાછળ કુલ 474 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું, જેમાંથી લગભગ 224 મિલિયન ડોલર માત્ર ટેક્સાસમાં જ ખર્ચવામાં આવ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *