ટ્રમ્પની હાર બાદ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઉછાળો

  અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે શેરબજારમાં જોરદાર તેજી આવી છે. સેન્સેક્સ 1500થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ 400થી વધુ પોઈન્ટની તેજી…

 

અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે શેરબજારમાં જોરદાર તેજી આવી છે. સેન્સેક્સ 1500થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ 400થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી છે.

ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો વાળો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 77,301 ની સરખામણીએ જોરદાર તેજી સાથે ખુલ્યો હતો. કારોબાર શરૂ થતાંની માત્ર ગણતરીની સેકન્ડોમાં જ સેન્સેક્સ 1621 પોઈન્ટના ભવ્ય ઉછાળા સાથે 78,922 ની ઓલ-ટાઇમ હાઇ સપાટીની નજીક પહોંચી ગયો હતો.

આ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 50 શેરો વાળા નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી. નિફ્ટી બુધવારના બંધ 23,960 ની સામે 432 પોઈન્ટનો સુધારો દર્શાવીને 24,392 ની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો.

સૌથી વધુ વધારો દર્શાવનારા શેરોમાં ઈન્ડિગો (IndiGo) મોખરે રહ્યું, જેમાં ૬%થી વધુનો ઉછાળો જોવા મળ્યો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, M&M, L&T, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, ICICI બેંક, TCS, ઈન્ફોસિસ અને HCL ટેક્નોલોજીસ જેવા શેરોમાં ૨% થી ૪% સુધીનો વધારો નોંધાયો હતો.

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીએ સંસદ (કોંગ્રેસ)માં બહુમતી ગુમાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે.માનવામાં આવે છે કે આ રાજકીય ઉથલપાથલને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટેનું દબાણ વધશે. આ જ કારણે બ્રેન્ટ ક્રૂડ ઘટીને 94 ડોલર અને અમેરિકન WTI ક્રૂડ ઘટીને 87 ડોલર પ્રતિ બેરલના બે મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.

ભારતીય શેરબજારમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી છે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન સેન્સેક્સ 73,246થી ઉછળીને 78,750ના સ્તરે પહોંચી ગયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *