UPIનો રેકોર્ડ: દૈનિક ટ્રાન્જેકશન 1 લાખ કરોડને પાર

  ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન સ્થાપિત થયો છે. તહેવારોની મોસમ દરમિયાન ડિજિટલ લેણદેણમાં ભારે ઉછાળો જોવા મળતા, ઓક્ટોબર મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ…

 

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન સ્થાપિત થયો છે. તહેવારોની મોસમ દરમિયાન ડિજિટલ લેણદેણમાં ભારે ઉછાળો જોવા મળતા, ઓક્ટોબર મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા દૈનિક સરેરાશ વ્યવહારનું મૂલ્ય પહેલીવાર ₹1 લાખ કરોડને વટાવી ગયું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં UPI દ્વારા દરરોજ સરેરાશ ₹1,01,707 કરોડના મૂલ્યના વ્યવહારો થયા છે.

ઓક્ટોબર મહિનો ભારતની યુપીઆઈ સિસ્ટમ માટે તમામ રેકોર્ડ તોડનાર સાબિત થયો છે, જેમાં ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય અને વોલ્યુમ બંને સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. આ મહિના દરમિયાન કુલ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય વધીને ₹31.53 લાખ કરોડ પહોંચ્યું હતું, જે અગાઉના સપ્ટેમ્બર મહિનામાં ₹29.37 લાખ કરોડ હતું. આ ઉપરાંત, દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ સપ્ટેમ્બરના 802 મિલિયન સામે વધીને ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ 822 મિલિયન (82.2 કરોડ) પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 24.07 અબજથી વધીને 25.47 અબજ નોંધાયું છે.

ડિજિટલ પેમેન્ટ ઉદ્યોગમાં આ રેકોર્ડ કામગીરી એવા સમયે સામે આવી છે જ્યારે આગામી સમયમાં અમુક યુપીઆઈ વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના પ્રસ્તાવને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એનપીસીઆઈ (NPCI) દ્વારા આ પ્રસ્તાવિત શુલ્કનો અમલ દિવાળી પછી તુરંત સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

નવા સૂચિત માળખા હેઠળ, ગ્રાહકો માટે તમામ યુપીઆઈ વ્યવહારો અને પીટુપી (ઙ2ઙ) ટ્રાન્સફર તેમજ વેપારીઓ માટે ₹2,000 સુધીના તમામ વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે, જ્યારે ₹2,000 થી વધુના પાત્ર વેપારી વ્યવહારો પર સામાન્ય શુલ્ક લાગુ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *