શાહરૂખખાનની મધરાત્રે સરપ્રાઇઝ બર્થ ડે પર રિલિઝ કર્યું ‘કિંગ’નું સોંગ

બોલિવૂડના કિંગ કહેવાતા એક્ટર શાહરૂૂખ ખાન આજે 61 વર્ષના થઈ ગયા છે. ’કિંગ’ના મેકર્સે ફેન્સને અડધી રાત્રે સરપ્રાઇઝ આપી છે, જેના પછી ફેન્સની ખુશીનો કોઈ…

બોલિવૂડના કિંગ કહેવાતા એક્ટર શાહરૂૂખ ખાન આજે 61 વર્ષના થઈ ગયા છે. ’કિંગ’ના મેકર્સે ફેન્સને અડધી રાત્રે સરપ્રાઇઝ આપી છે, જેના પછી ફેન્સની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. શાહરૂૂખ ખાનના 61 મા જન્મદિવસના અવસર પર અપકમિંગ ફિલ્મ ’કિંગ’માંથી તેમનું પહેલું સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તે દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ બંનેની જોડીને જોઈને ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.

શાહરૂૂખ ખાનના જન્મદિવસના મોકા પર ’કિંગ’માંથી તેમનું રોમેન્ટિક સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે, જે બીચના કિનારે દીપિકા અને શાહરૂૂખ પર શૂટ કરવામાં આવ્યું છે. ફેન્સને તેમના આ સરપ્રાઇઝની પહેલાથી જ આતુરતાથી રાહ હતી, જે તેના રિલીઝ થવાની સાથે જ પૂરી થઈ ગઈ છે. ’કિંગ’માંથી આ ગીત રિલીઝ થયા પછી દર્શકો અને ફેન્સની એક્સાઇટમેન્ટ ફિલ્મ માટે વધુ વધી ગઈ છે. તેમાં બંને સ્ટાર્સ વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી છે. તેમાં કેમેસ્ટ્રીની સાથે જ એક્શન અને શાહરૂૂખના ઘણા રૂૂપ જોવા મળે છે. તે દીપિકા સાથે રોમાન્સ તો કરે જ છે સાથે જ ધમાકેદાર એક્શનની સાથે ઈમોશનલ પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે શાહરૂૂખ ખાનના બર્થડે અને ’કિંગ’ને લઈને પહેલાથી જ સરપ્રાઇઝ પ્લાન કરી દેવામાં આવ્યું હતું. ફેન્સને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો કે એક્ટરના બર્થડેની રાત્રે કંઈક મોટા જ પ્લાન કરવાની તૈયારી છે કારણ કે એક્ટરના બંગલા મન્નતની બહાર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર ’કિંગ’નું પોસ્ટર લાગેલું હતું, જેના પછી તેના ટીઝર અને ગીતને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *