ભાજપની ખેડૂત વિરોધી નીતિ સામે કોંગ્રેસની ધરણા

કોંગ્રેસનો કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકારને સીધો સવાલ, ખેડૂતોની મહેનતનું વળતર અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર પાસે નક્કર જવાબ શું છે? ગુજરાતના…

કોંગ્રેસનો કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકારને સીધો સવાલ, ખેડૂતોની મહેનતનું વળતર અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર પાસે નક્કર જવાબ શું છે?

ગુજરાતના ખેડૂતો આજે ખેતીના વધતા ખર્ચ, પાકના અપૂરતા ભાવ, સિંચાઈની સમસ્યાઓ, કમોસમી વરસાદથી થતા નુકસાન અને પાક વીમાના વળતર જેવા અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો દેશનું પેટ ભરે છે, પરંતુ તેમની પોતાની આર્થિક સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

કોંગ્રેસ પક્ષ સરકારને સ્પષ્ટપણે પૂછે છે કે ખેડૂતોને માત્ર યોજનાઓની જાહેરાત નહીં, પરંતુ જમીન પર વાસ્તવિક રાહત ક્યારે મળશે? ખેડૂતની આવક ક્યાં? ખજઙની ગેરંટી ક્યાં? ભાજપ સરકાર ખેડૂતોને જવાબ આપે.

કોંગ્રેસ પક્ષની મુખ્ય માગણીઓ
રાજ્યભરમાં ચાલી રહેલા કિસાન અધિકાર ધરણાં અંતર્ગત સરકાર સમક્ષ નીચે મુજબની પાંચ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવે છે:
સંપૂર્ણ દુકાળ જાહેરાત: જે જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ થયો નથી અથવા અતિશય અછત છે, તે તમામ વિસ્તારોને તાત્કાલિક દુકાળગ્રસ્ત જાહેર કરો.
દેવા માફી: આફતમાં ફસાયેલા ખેડૂતોના બેંક અને સહકારી સંસ્થાઓના તમામ દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
વીજ થાંભલાનું વળતર: ખેતરોમાં નાખવામાં આવેલા વીજળીના થાંભલાઓ અને લાઈનોથી થતા નુકસાનનું પૂરતું વળતર આપવામાં આવે.
પાક વિમા યોજના: પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને રાહત આપવા માટે પાક વિમા યોજનાની પ્રક્રિયા તત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે.
જમીન માપણી સુધારો: ખેડૂતોને હેરાન કરતી તમામ ખોટી જમીન માપણીઓ રદ કરવામાં આવે.
વ્યવહારુ સહાય અને ધોરણોમાં વધારો: દુકાળના મેન્યુઅલ અને નોર્મ્સમાં આમૂલ સુધારો કરીને સહાયના ધોરણો વધારવામાં આવે. સાથે જ, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવામાં આવે, રોજગારીના કાર્યો શરૂૂ થાય અને પીવાના તેમજ પશુપાલન માટે જળાશયોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને 10 સીધા સવાલ
ખેડૂતની આવક અને ખેતીના ખર્ચ વચ્ચેનું અંતર કેવી રીતે ઘટશે?
બિયારણ, ખાતર, ડીઝલ, વીજળી, મજૂરી અને સિંચાઈના ખર્ચનો સામનો કરતા ખેડૂતોને વાસ્તવિક આવક કેટલી બચે છે? સરકાર પાકવાર ખેતી ખર્ચ અને ખેડૂતની ચોખ્ખી આવકના પારદર્શક આંકડા જાહેર કરશે?
ખર્ચ બમણો, આવક અડધી ત્યારે રૂૂ. 6,000ની વાર્ષિક સહાય પૂરતી છે?
ઙખ-ઊંઈંજઅગ હેઠળ પાત્ર જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે રૂૂ. 6,000 મળે છે. સરકાર આ સહાયની રકમ વધારવા અને ભાડે જમીન ખેડતા ખેડૂતોને સહાયના વ્યાપમાં લાવવા અંગે શું પગલાં લેશે?
પાક બરબાદ થાય ત્યારે વળતર સમયસર કેમ ન મળે?
કમોસમી વરસાદ, પૂર, દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સામે ખેડૂતોને ઝડપી સહાયની જરૂૂર છે. પાકના નુકસાનનું પારદર્શક સર્વેક્ષણ, સમયમર્યાદામાં વળતર અને વીમા કંપનીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા સરકાર શું કરશે?
ખાતર અને અન્ય કૃષિ સામગ્રી પોસાય તેવા ભાવે મળશે?
ખેડૂતને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને અન્ય જરૂૂરી સામગ્રી મળવી જોઈએ. પુરવઠામાં વિક્ષેપ, કાળાબજાર અને વધતા ખર્ચ સામે સરકાર કડક કાર્યવાહી કરશે?
ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત કેવી રીતે મળશે?
નાના અને સીમાંત ખેડૂતોને સરળ શરતો પર બેંક લોન, સમયસર ધિરાણ અને આર્થિક સંકટમાં યોગ્ય રાહત મળવી જોઈએ. ખેડૂતો માટે અસરકારક દેવા-રાહત નીતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના શું છે?
નિકાસ નીતિથી ખેડૂતોને નુકસાન થાય તો જવાબદાર કોણ?
ડુંગળી, ચોખા અને અન્ય કૃષિ ચીજોના નિકાસ પર મૂકાયેલા નિયંત્રણો કેટલાક સમયગાળામાં ખેડૂતોને બજારના સારા ભાવથી વંચિત રાખી શકે છે. સરકાર ગ્રાહકોને રાહત આપવાની સાથે ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળે તેવી સંતુલિત નીતિ બનાવશે?
ગુજરાતના ખેડૂતોને સિંચાઈ, વીજળી અને બજારની પૂરતી સુવિધા ક્યારે મળશે?
ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અન્ય ખેતીપ્રધાન વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પાણી, સિંચાઈ, વીજ પુરવઠો, સંગ્રહ અને માર્કેટ યાર્ડની સુવિધાઓનું મૂલ્યાંકન થવું જોઈએ. ગુજરાત સરકાર જિલ્લાવાર પ્રગતિ અને બાકી રહેલા કામોના આંકડા જાહેર કરશે?
MSPની કાનૂની ગેરંટી કેમ નહીં?
કેન્દ્ર સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ દરેક ખેડૂતને દરેક પાક માટે એ ભાવ મળવાની ખાતરી નથી. ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી કાનૂની ગેરંટીની માંગ અંગે સરકારનો સ્પષ્ટ નિર્ણય શું છે?
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની ફરજ કેમ પડી?
વર્ષ 2020માં લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે દેશભરમાં ખેડૂતોનું આંદોલન થયું. નવેમ્બર 2021માં સરકારે તેમને પાછા ખેંચ્યા અને સંસદે રદ કર્યા. આ ઘટનાએ નીતિ ઘડવામાં ખેડૂતો સાથે સંવાદનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું. ભવિષ્યમાં ખેડૂતોને અસર કરતા નિર્ણયો તેમની સલાહ વિના નહીં લેવાય તેની ખાતરી સરકાર આપશે?
ખેડૂતોની સમસ્યાઓ અંગે જવાબદારી કોણ લેશે?
ખેતીના પ્રશ્નોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓ અલગ છે, પરંતુ ખેડૂતને રાહત મળવી બંનેની જવાબદારી છે. MSP, પાક ખરીદી, પાક વીમો, નુકસાનનું વળતર અને સિંચાઈ અંગે સમયમર્યાદા સાથે જવાબદારી નક્કી કરવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *