મુંબઇમાં જાફરાબાદના બે ભાઇ અને બહેનનો ઝેર પી સામુહિક આપઘાત

વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં રહેતા ત્રણ ગુજરાતી અપરિણીત ભાઈ-બહેનોએ બીમારી અને આર્થિક મુશ્કેલીઓથી કંટાળી ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણેયે…

વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં રહેતા ત્રણ ગુજરાતી અપરિણીત ભાઈ-બહેનોએ બીમારી અને આર્થિક મુશ્કેલીઓથી કંટાળી ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણેયે મૃત્યુ પહેલાં ગુજરાતીમાં બનાવેલા વીડિયોમાં બીમારી અને આથક સંકડામણનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ ઘટનામાં મૃતકોની ઓળખ પચાસ વર્ષના કુમાર મહેતા, બાવન વર્ષના દીપેશ મહેતા અને 48 વર્ષના ખેવના મહેતા તરીકે થઈ છે. ત્રણેય વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં ગાર્ડન એવન્યુ બિલ્ડિંગના ડી વિંગના ફ્લેટ નંબર 1203માં રહેતા હતા. તેઓ મૂળ ગુજરાતના રાજુલાના જાફરાબાદના વતની હોવાનું જાણવા મળ્યું છે.
ગુરુવારે સવારે ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતા રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. આ માહિતી મળતાં બોલિંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બપોરે આશરે અઢી વાગ્યે દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. અંદર ત્રણેયના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય ભાઈ-બહેન અપરિણીત હતા અને વર્ષ 2025થી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. ત્રણમાંથી એકને સ્ટ્રોક આવ્યો હતો, જ્યારે અન્ય એક કેન્સરથી પીડાતો હતો. બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેએ કહ્યું હતું કે ત્રણેયે આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં ઝેર પીને જીવન ટૂંકાવ્યું હોવાની શંકા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે મૃતકોની એક બહેનનો પણ સંપર્ક કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ત્રણેય આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને તેની પાસે પણ પૈસાની મદદ માગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *