સ્ટારટ્રેક ફેમ અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટનું નિધન

બે વખત ગ્રેમી પુરસ્કારથી સન્માનિત થયા હતા હોલીવુડ સિનેમા અને અભિનયની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. છ દાયકાઓ સુધી સિનેમાના પડદા પર પોતાના શાનદાર…

બે વખત ગ્રેમી પુરસ્કારથી સન્માનિત થયા હતા

હોલીવુડ સિનેમા અને અભિનયની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. છ દાયકાઓ સુધી સિનેમાના પડદા પર પોતાના શાનદાર અભિનયથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ બ્રિટિશ અભિનેતા સરમાં પેટ્રિક સ્ટીવર્ટનું 86 વર્ષની વયે અવસાન થયું છે. પેટ્રિક સ્ટીવર્ટે લોસ એન્જલસ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. જીવનના અંતિમ ક્ષણોમાં તેમની ત્રીજી પત્ની સની ઓજેલ અને પરિવારના સભ્યો તેમની સાથે જ હાજર હતા.

કેપ્ટન જીન-લ્યુક પિકાર્ડ: સાયન્સ-ફિક્શન ટીવી સિરીઝ ‘સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન’માં કેપ્ટન જીન-લ્યુક પિકાર્ડનું પાત્ર ભજવીને તેઓ દુનિયાભરમાં ઘરે-ઘરે જાણીતા બન્યા. આ તિહાસિક રોલે તેમને સાય-ફાઈ સિનેમાનો અમર ચહેરો બનાવી દીધો. પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયર (પ્રોફેસર એકસ): માર્વેલની લોકપ્રિય ‘એક્સ-મેન’ ફિલ્મ સિરીઝમાં ‘પ્રોફેસર એકસ’ તરીકેની તેમની ભૂમિકાને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો. યુવાનો અને નવી પેઢી વચ્ચે આ રોલે તેમને એક કલ્ટ સ્ટેટસ અપાવ્યું. પોતાના અદભુત અવાજ અને સ્પોકન વર્ડ એલબમ શ્રેણીમાં યોગદાન બદલ તેમને બે વખત પ્રતિષ્ઠિત ગ્રેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલા અને અભિનયના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન માટે બ્રિટનની મહારાણી દ્વારા તેમને નાઈટહુડની પદવીથી પણ નવાજવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *