EDએ સપાના કદાવર નેતા આઝમ ખાનની 1170 કરોડની જૌહર યુનિવર્સિટી જપ્ત કરી

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે જણાવ્યું હતું કે, તેમણે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશમાં તેમના…

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે જણાવ્યું હતું કે, તેમણે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશમાં તેમના દ્વારા સ્થાપિત ’મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી’ની જમીન અને ઈમારતોને જપ્ત (એટેચ) કરી છે. અહેવાલ અનુસાર, ’પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ જપ્ત કરવામાં આવેલી આ મિલકતો, જે ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાન સાથે સંકળાયેલી છે, તેનું વર્તમાન બજાર મૂલ્ય અંદાજે રૂૂ. 1,170 કરોડ છે.

રામપુરમાં આવેલી આ યુનિવર્સિટી અને તેનો કેમ્પસ ’મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ’ની માલિકીના છે. આ ટ્રસ્ટની સ્થાપના આઝમ ખાને કરી હતી અને તેનું સંચાલન પણ તેઓ જ કરે છે. તેઓ આ યુનિવર્સિટીના માનદ ચાન્સેલર પણ છે. EDના મતે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સરકારી ભંડોળ, બાંધકામ સામગ્રી અને અન્ય જાહેર સંસાધનોનો કથિત રીતે આ ખાનગી યુનિવર્સિટીના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીનો દાવો છે કે કેમ્પસના બાંધકામ ખર્ચનો મોટો હિસ્સો કાયદેસરના સ્ત્રોતો દ્વારા દર્શાવી શકાયો નથી; એજન્સીએ રૂૂ. 426.46 કરોડની રકમને ’ગુનામાંથી મળેલી કમાણી’ તરીકે ઓળખાવી છે.

EDએ જણાવ્યું કે કુલ ખર્ચમાંથી માત્ર રૂૂ. 72.63 કરોડ જ કાયદેસરના સ્ત્રોતો દ્વારા સમજાવી શકાયા છે. વધુમાં, ટ્રસ્ટ દ્વારા ’મૂડી ખર્ચ’ તરીકે દર્શાવવામાં આવેલા રૂૂ. 12.29 કરોડના દાન પણ બનાવટી હોવાનું જણાયું છે. તપાસમાં બહાર આવ્યું છે કે જાહેર કાર્યો માટે ફાળવવામાં આવેલું સરકારી ભંડોળ યુનિવર્સિટી તરફ વાળવામાં આવ્યું હતું, યુનિવર્સિટીના ખાનગી કેમ્પસમાં સરકારી ભંડોળથી ચાલતા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા, અને જે કોન્ટ્રાક્ટરોને સરકારી કામો મળ્યા હતા, તેમણે તેમાંથી અમુક રકમ દાનના સ્વરૂૂપે ફરીથી ટ્રસ્ટને પહોંચાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *