એક જમાનો હતો જ્યારે બાળકો પોકેમોનની રમત ખૂબ રમતાં અને એનાં કાર્ડ્સ પણ જમા કરતાં રહેતાં. ઇંગ્લેન્ડના વોકિંગ શહેરમાં રહેતા એક રિટાયર્ડ ડેકોરેટરને પણ પોકેમોનનાં કાર્ડ્સ સંઘરવાનો શોખ હતો. તેમને ખબર નહોતી કે આ કાર્ડ્સ બહુ મૂલ્યવાન છે. એક વાર તેમણે કોઈ છાપામાં વાંચ્યું કે કોઈકે જૂનું પોકેમોનનું એક કાર્ડ 8 લાખ રૂૂપિયામાં વેચ્યું.
આ વાંચીને તેમને થયું કે એક કાર્ડ જો લાખોમાં વેચાતું હોય તો તેમની પાસે તો એનો ખજાનો છે. આ ભાઈએ છેક 1990ની સાલથી પોકેમોનનાં કાર્ડ્સ સંઘરવાનું શરૂૂ કરેલું. પોતાના પછી તેમના દીકરાને એનો શોખ લાગ્યો હતો. એ સમયે તેમણે કાર્ડ્સ ખરીદવા માટે લગભગ 40,000થી 50,000 રૂૂપિયા ખર્ચ્યા હતા. તાજેતરમાં એક ઑક્શન હાઉસમાં એ વેચાવા નીકળ્યાં ત્યારે ભાઈનું કલેક્શન 20 કરોડ રૂૂપિયામાં વેચાયું હતું. ઑક્શન હાઉસનું કહેવું છે કે ટ્રેડિંગ કાર્ડ્સની આ અત્યાર સુધીની સૌથી મોંઘી લિલામી હતી.
