CMની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSIએ ગોળી મારી કરી આત્મહત્યા: ઘરકંકાસને લઈ પગલું ભર્યાની આશંકા

    ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો છે, ઘટનાની…

 

 

ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો છે,

ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ઘટનાની તપાસ માટે FSLની મદદ પણ લેવામાં આવી રહી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, કૌટુંબિક કારણો અથવા અંગત વિવાદને કારણે PSI તન્વીરસિંહ ઝાલા તણાવમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પોલીસ દ્વારા પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી મળતા પુરાવા અને ફોરેન્સિક તપાસના આધારે સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે. હાલ પોલીસ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *