મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ: ગુંડાઓ માલ છોડાવી ગયા, અધિકારીને ખુનની ધમકી

મોરબીમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે તો હવે ખનીજ ચોરો…

મોરબીમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે તો હવે ખનીજ ચોરો પણ ફાટીને ધુમાડે ગયા છે સાદુળકા નજીક રેડ કરવા ગયેલી ટીમ સાથે ખનીજ માફીયાના સાગરિતો માથાકૂટ કરી જપ્ત કરેલ વાહનો છોડાવી ગયા હતા એટલું જ નહિ સેવા સદન કચેરીમાં આવી ભૂસ્તરશાસ્ત્રીની ગાડી રોકાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી મોરબી તાલુકા અને બી ડીવીઝન પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મોરબી માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ હસમુખભાઈ કંદોઈ (ઉ.વ.32) વાળાએ આરોપીઓ જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ જીવાભાઈ તેમજ અજાણ્યો ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 26 ના રોજ ફરિયાદી સાથે માઈન્સ સુપરવાઈઝર કર્મચારી વીરપાલસિંહ સતુભા જાડેજા, સિક્યુરીટી ગર્દ ધ્રુવરાજસિંહ કનકસિંહ જાડેજા, ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા બધા ભૂસ્તરશાસ્ત્રીની ટેલીફોનીક સુચનાને પગલે જુના સાદુળકા મચ્છુ નદી પટ્ટ વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં એક ટ્રેક્ટર-લોડર મશીન અને બે ડમ્પર જોવા મળ્યા હતા ટ્રેક્ટર લોડરના ડ્રાઈવરની પૂછપરછ કરતા નામ પ્રવીણ જીવાભાઈ જણાવ્યું અને લોડર માલિક મોહનસિંહ ફતુભા ઝાલા ઉર્ફે અટી હોવાનું જણાવ્યું હતું અને રેતી ખનીજ ડમ્પરમાં ભરતા હોવાનું જણાવ્યું હતું જેથી ગેરકાયદે ખનીજ ખનન અને સંગ્રહ કરતા હોવાથી ટ્રેક્ટર લોડર અને બંને ડમ્પર તેમજ એક્સવેટર મશીન બિનવારસી હાલતમાં છોડી જતા રહ્યા અને ચારેય વાહનો સીઝ કર્યા હતા મશીનરી તાલુકા પોલીસ મથક મોરબી ખાતે રાખવા જરૂૂરી તજવીજ કરતા હતા ત્યારે કાળા કલર સ્કોર્પીઓ કાર અને સફેદ કલરની એન્ડેવર કાર આવી જેમાંથી ત્રણ ઈસમો ઉતર્યા હતા.

તેમનું નામ પૂછતાં એક જયદીપસિંહ ઝાલા, બીજો માનવેન્દ્રસિંહ ઝાલા અને ત્રીજો હરદીપસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું અને એક્સવેટર મશીન તેનું હોવાનું જણાવ્યું હતું ત્રણેય ભેગા મળીને બોલાચાલી કરી કબજે કરેલ એક્સવેટર મશીન અહીંથી નદી બહાર જવા નહિ દઈએ કહીને ગાળો આપી બોલાચાલી કરી આરોપીઓએ ઢીકા પાટું માર માર્યો હતો તેમજ ધમકી આપી અમારા વાહન જમા લેશો તો સારા વાટ રહેશે નહિ બીજી વાર નદીમાં આવશો તો બધાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી દરમિયાન લોડર ડ્રાઈવર પ્રવીણભાઈ લોડર ભગાડી લઇ ગયો હતો સીઝર મેમાં મુજબ રૂૂ 10 લાખ ગણેલ હતા બંને કારમાં આવેલ ત્રણેય ઈસમો નાસી ગયા સ્કોર્પીઓ કાર જીજે 36 એજે 1681 અને બીજી કાર એન્ડેવર હતી જેના નંબર જોઈ શક્યા ના હત પરંતુ પાછળના કાચ પર માનવેન્દ્રસિંહ લખેલ હતું.

બીજી ફરિયાદ મૂળ પાટણ જીલ્લાના માંડવીના વતની હાલ મોરબી સરકારી ક્વાર્ટરમાં રહેતા અને ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર સેમાંભાઈ વાઢેરે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 26 ના રોજ બપોરે સાદુળકા ગામે મચ્છુ નદીના પટમાં અમુક ઈસમો ખનીજ ચોરી કરતા હોવાથી ટીમને મોકલી હતી અને ટીમ સાથે કેટલાક ઇસમોએ માથાકૂટ કરી જપ્ત કરેલા વાહન લઇ જઈને ભાગી ગયા હતા જેથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું બાદમાં જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગ કચેરીએ ફરિયાદી તેમજ તેના ડ્રાઈવર વિશાલભાઈ ચૌહાણ સરકારી વાહન બોલેરો જીજે 18 જીસી 0575 લઈને કમ્પાઉન્ડમાંથી રવાના થતા હતા ત્યારે સાંજના સમયે એક સફેદ ફોર્ચ્યુનર કાર આવી જેમાંથી એક ભાઈ ઉતરી સરકારી ગાડી રોકી વાઢેર ભાઈ તમે છો પૂછતાં હા પાડી હતી જેથી તેને કેમ બપોરે મચ્છુ નદીના પટમાં અમારા વાહનો પકડ્યા કહીને ગાળો આપી તમે મને ઓળખતા નથી મારૂૂ નામ બલભદ્રસિંહ ઝાલા છે અને શિવશક્તિ લખેલી ગાડીઓ મારી છે મારા દીકરા અને મારા ભાઈ ઉપર કેમ પોલીસ ફરિયાદ લખાવો છો હું તમને જોઈ લઈશ તમે રોડ પર આવો એટલે તમારી ઉપર ગાડી ચડાવી દઈશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

એસપી કચેરીથી નજીક, કલેકટર કચેરી ગ્રાઉન્ડમાં જ અધિકારીને ધમકી, કાયદાના લીરેલીરા ઉડ્યા
મોરબી જીલ્લા કલેકટર જ્યાં બેસે છે તે જીલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી એટલું જ નહિ જીલ્લા પોલીસવડા કચેરી અહીંથી માત્ર થોડા ડગલા દુર છે પરંતુ ખનીજ ચોરોને પોલીસનો કોઈ ભય રહ્યો ના હોય તેમ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની કચેરી પાસે પહોંચી ખુલ્લેઆમ સરકારી અધિકારી ઉપર ગાડી ચડાવી દેવાની ધમકી આપે છે જે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે અને પોલીસનો કોઈ ડર રહયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *