ઓપરેશન ગંગાજળ: વધુ બે કલાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્ત

ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે રાજ્ય સરકારે વધુ બે વર્ગ-1 (ક્લાસ-વન)ના ગુજરાત વહીવટી સેવા…

ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે રાજ્ય સરકારે વધુ બે વર્ગ-1 (ક્લાસ-વન)ના ગુજરાત વહીવટી સેવા (GAS)ના વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ (કમ્પલસરી રિટાયરમેન્ટ) ના આદેશો આપ્યા છે. સરકારી વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે લેવાયેલા આ પગલાથી સનદી અધિકારીઓ વચ્ચે ભારે ચર્ચા અને ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવેલા અધિકારીઓમાં ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન્સ સોસાયટી (GSTDREIS) ના સિનિયર સ્કેલના સંયુક્ત કમિશનર ડી.આઈ. ભગલાણી અને ગાંધીનગર સ્થિત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે.એમ. તુવરનો સમાવેશ થાય છે.

રાજ્ય વહીવટી તંત્રના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બંને અધિકારીઓ સામે લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની અનેક ફરિયાદો મળી રહી હતી. આ ગંભીર આક્ષેપોની પ્રાથમિક વિગતોના આધારે સરકાર દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) ના પણ આદેશો આપવામાં આવ્યા હતા. સરકારે અધિકારીઓના સમગ્ર સેવા રેકોર્ડ અને રેકોર્ડની ચકાસણી કર્યા બાદ આ સખત કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી રાજ્ય સરકારના એવા વલણ દર્શાવે છે જેમાં ભ્રષ્ટાચાર સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી રહી નથી. સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા વિવિધ વિભાગોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી શિસ્તભંગની કાર્યવાહીઓ અને ફોલો-અપ પ્રક્રિયાઓને પણ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂૂઆતમાં જ રાજ્ય સરકારે બે મધ્યમ સ્તરના વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓકંકીપાટી રાજેશ અને ગૌરવ દહિયાને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશો આપ્યા હતા. 2011 બેચના IAS અધિકારી કંકીપાટી રાજેશ જુલાઈ 2022થી સસ્પેન્શન હેઠળ હતા અને તેમની સામે CBI તથા ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસોની તપાસ ચાલી રહી છે. જ્યારે 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયા સામે ગેરવર્તણૂક અને છેતરપિંડીના આરોપો બાદ ઓગસ્ટ 2019માં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *