ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની ભલામણ

દિલ્હી, તેલંગણા-ઉત્તરાખંડના ચીફ જસ્ટિસની પણ કોલેજિયમની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સોમવારે હાઇકોર્ટના ચાર જજની વિવિધ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી છે. 26…

દિલ્હી, તેલંગણા-ઉત્તરાખંડના ચીફ જસ્ટિસની પણ કોલેજિયમની ભલામણ

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સોમવારે હાઇકોર્ટના ચાર જજની વિવિધ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી છે. 26 ઓક્ટોબરે જાહેર કરાયેલા ઠરાવ મુજબ, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ માનશ રંજન પાઠકને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી, તેલંગાણા અને ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક માટે પણ નામોની ભલામણ કરાઈ છે.

કોલેજિયમની ભલામણ મુજબ, તેલંગાણા હાઇકોર્ટના જજ પી. સામ કોશીને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ તપાબ્રત ચક્રવર્તીને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવા ભલામણ કરાઈ છે. તે જ રીતે, પટણા હાઇકોર્ટના જસ્ટિસ સુધીર સિંહને ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા કોલેજિયમે ભલામણ કરી છે. આ ચારેય ભલામણો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જાહેર કરાયેલા ઠરાવમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *