પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર રાહુલ ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત, અનેક લોકો ઘાયલ

    ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક અકસ્માત સર્જાયો હતો. . પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની પાછળ…

 

 

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક અકસ્માત સર્જાયો હતો. . પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે કાફલામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો, હોદ્દેદારો અને સુરક્ષાકર્મીઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત એક્સપ્રેસવે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પર બન્યો હતો. રાહુલ ગાંધીના કાફલાની પાછળ ઝડપથી આવી રહેલા વાહનો વચ્ચે આ ટક્કર થઈ હતી. ટક્કર બાદ ઘટનાસ્થળે ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ છે કે નહીં તેમજ અકસ્માતનું અસલી કારણ શું હતું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

https://x.com/AtishayyJain96/status/2114590407405564277?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114590407405564277%7Ctwgr%5E591ba1b7decf364e9556d3cc9eaef943f8d68a7d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Frahul-gandhis-convoy-meets-with-on-purvanchal-expressway-fortunately-no-casualties-98263910035

રાહુલ ગાંધી આજે સવારે 7 વાગ્યે પોતાના દિલ્હી સ્થિત આવાસ પરથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જવા રવાના થયા હતા. તેઓ 2018 ના એક ફોજદારી માનહાનિ (Criminal Defamation) કેસમાં ચુકાદાના સિલસિલામાં સુલતાનપુરની વિશેષ MP/MLA કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન માર્ગમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *