રૂૂબિક્સ ક્યુબને દુનિયાભરમાં પાંચ દાયકાથી વધુ સમયથી લોકપ્રિય પઝલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અમદાવાદના મનીષ રાઠોડે તેને માત્ર ઉકેલવાના શોખ પૂરતો સીમિત રાખ્યો નથી. વ્યવસાયે ટીવી નેટવર્કમાં સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા મનીષ રાઠોડે ગણિત, ભૌમિતિક આકારો, CAD, ફિઝિક્સ અને કમ્પ્યુટર આધારિત ડિઝાઇન જેવા વિષયો જાતે શીખીને પોતાની પઝલ્સ ડિઝાઇન કરી છે. આજે તેમનું ઘર જ દેશ-વિદેશના દુર્લભ રૂૂબિક્સ ક્યુબ અને ટ્વિસ્ટી પઝલ્સનું મ્યુઝિયમ બની ગયું છે.
મનીષ રાઠોડનો આ શોખ 2017માં શરૂૂ થયો હતો. એરપોર્ટ પર ફ્લાઇટમાં વિલંબ થતાં સમય પસાર કરવા તેમણે રૂૂબિક્સ ક્યુબ ખરીદ્યો હતો. શરૂૂઆતમાં તેમને ક્યુબ કેવી રીતે સોલ્વ કરવો તેની પણ જાણકારી નહોતી. ધીમે ધીમે રસ વધ્યો અને તેમણે તેને ઉકેલવાની રીત શીખી. ત્યારબાદ અલગ-અલગ પ્રકારના ક્યુબ ખરીદીને સોલ્વ કરવાનું શરૂૂ કર્યું. 200થી વધુ ક્યુબ ઉકેલ્યા બાદ તેમને પોતાની અલગ ડિઝાઇન બનાવવાનો વિચાર આવ્યો. આજે તેમની પાસે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સ છે, જેમાંથી આશરે 150 ડિઝાઇન તેમણે જાતે તૈયાર કરી છે. તેમના કલેક્શનમાં ચીનમાં બનાવાયેલું એવું સૌથી નાનું રૂૂબિક્સ ક્યુબ પણ છે, જેને સામાન્ય રીતે સોલ્વ કરી શકાતું નથી. તેમણે ભારત ઉપરાંત ચીન અને યુરોપિયન દેશોમાંથી પણ પઝલ્સ એકત્રિત કરી છે.
વર્ષ 2020માં મનીષ રાઠોડે પોતાની ડિઝાઇન તૈયાર કરવાનું ગંભીરતાથી શરૂૂ કર્યું. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ન હોવાને કારણે શરૂૂઆતમાં તેમની સામે અનેક પડકારો આવ્યા. તેમણે યુટ્યુબ વીડિયો જોઈને CAD સોફ્ટવેર, ફિઝિક્સ અને એન્જિનિયરિંગના સિદ્ધાંતો શીખ્યા અને 3ઉ પ્રિન્ટરની મદદથી પઝલ્સ બનાવવાનું શરૂૂ કર્યું. શરૂૂઆતની ડિઝાઇનમાં ઘણી ખામીઓ આવી, પરંતુ તેમણે પ્રયોગો ચાલુ રાખ્યા. 3D પ્રિન્ટર ખરીદ્યા બાદ સ્થાનિક સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ ન હોવાથી મશીનની ખામીઓનું સમાધાન પણ તેમણે જાતે જ શોધ્યું. પઝલ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવું અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે પણ તેમણે જાતે શીખ્યું.મનીષ રાઠોડની મહેનતનું પરિણામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું છે.
150થી વધુ ડિઝાઇનમાંથી આશરે 100 ડિઝાઇન ‘ઇન્વેન્ટર ઓફ પઝલ્સ’ તરીકે ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમમાં લિસ્ટેડ છે. આ વર્ષે તેમની બે ડિઝાઇનનું માસ પ્રોડક્શન પણ શરૂૂ થયું છે અને તે 18 જેટલા દેશોમાં વહેંચાઈ રહી છે. પોતાના અનુભવ અને સંઘર્ષને લોકો સુધી પહોંચાડવા મનીષ રાઠોડે આ સફર પર એક પુસ્તક પણ લખ્યું છે. આમ, એરપોર્ટ પર સમય પસાર કરવા ખરીદેલા એક સામાન્ય ક્યુબથી શરૂૂ થયેલો શોખ આજે ડિઝાઇનિંગ, કલેક્શન અને વૈશ્વિક ઓળખ સુધી પહોંચી ગયો છે.
