મોરબીમાં આજે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવશે…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવશે અને આજે સાંજે મોરબીના સનાળા રાજપર રોડ ઉપર મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના હાજર રહેશે અને સભા ગજાવશે આ તકે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.

ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળવા, ખેડૂતોને વીજપોલમાં જતી તેઓની જમીનનું પૂરતું વળતર ન મળવું આ રીતે અનેક પ્રકારની હાલાકી તો પડી રહી છે ત્યારે ભાજપ સરકાર કે જે વર્ષ 2022 માં ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો કરતી હતી તેણે આજે ખેડૂતોને નોધારા કરી નાખ્યા છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે તેવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તા. 22 ના રોજ સાંજે 4 કલાકે મોરબીના સનાળા – રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી તેમજ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ (પાટણ ધારાસભ્ય) , લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ તેમજ ગુજરાત ભરના તમામ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ના તમામ જિલ્લાના પ્રમુખ સહિત ગુજરાતભરના તમામ કોંગ્રેસ આગેવાનો આવવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *