અમદાવાદમાંથી થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાના ભાગરૂૂપે મહિલાના શારીરિક શોષણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભુવા દિપક પરમાર સામે ગુનો દાખલ થયો હતો. હવે ખબર આવી છે કે, આ ભુવા દિપક પરમાર જ્યાં મંદિરમાં પૂજા કરતો હતો ત્યાં જ જીવન ટૂંકાવી દીધું છે. જે બાદ ભુવા દિપક પરમારની પત્નીએ બળાત્કારની ફરિયાદ કરનાર સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભુવા દિપક પરમાર સામે ગુનો નોંધાયો હતો. જે બાદ આ ભુવાએ પોતે જ્યાં પૂજા કરતો હતો ત્યાં જ જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કરી લીધો છે. જે બાદ ભુવાની પત્નીએ પતિના મોત મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરનાર સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પત્નીએ આરોપ લગાવ્યો છે કે, મહિલાનો પરિવાર ભુવા દિપક પરમાર સામે છેડતી કર્યાનો આક્ષેપ કરીને 20 લાખની ખંડણી માંગીને પરેશાન કરતા હતા. આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, પોલીસ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યા મુજબ કુબેરનગરના મહાજન્યવાસમાં રહેતો દીપક પરમાર પોતાને ભુવો ગણાવી પરિવારોનાં પ્રશ્નો ઉકેલવાનો દાવો કરતો હતો. પીડિત મહિલાના ઘરની નબળી આર્થિક સ્થિતિ અને સાસુની સતત નાદુરસ્ત રહેતી તબિયતનો ફાયદો ઉઠાવી તેણે ઘરમાં વિધિ કરાવવી પડશે તેવું કહી પરિવારને ભરમાવ્યો હતો. 3 ઓક્ટોબરના રોજ આરોપી વિધિ કરવા માટે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને વિધિ એકાંતમાં કરવી પડશે તેમ કહી પરિણીતાને મકાનના ઉપરના માળે લઈ ગયો હતો. ત્યાં લીંબુ અને પાણી વડે વિધિનું નાટક રચ્યા બાદ તેણે મહિલા સાથે અડપલાં કરવાનું શરૂૂ કર્યું હતું.
ભુવા દીપકે નદીમાં સ્નાન કરાવી ખાસ વિધિ કરવા માટે શરૂૂઆતમાં ₹25,000 ની માગણી કરી હતી, જે બાદમાં ₹17,000 માં નક્કી કરવામાં આવી હતી. યોજના મુજબ, આરોપીએ પરિણીતાના પતિને વિધિ પૂર્ણ કરવા માટે લીંબુ લઈને ચાર રસ્તા પર મૂકી આવવા મોકલી દીધો હતો. પતિ ઘરની બહાર નીકળતાં જ ઘરમાં મહિલાને એકલી જોઈ આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઘટના બાદ ઢોંગી ભુવાએ પીડિતાને ડરાવતાં કહ્યું હતું કે, જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પરિવાર પર મેલીવિદ્યા કરી તમારો નાશ કરી નાખીશ.
