વિરાટ-અનુષ્કાએ મુંબઇમાં 44.1 કરોડના ત્રણ લકઝરી ફલેટ ખરીદ્યા

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રિયલ એસ્ટેટમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. આમાં તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ છે. તાજેતરમાં…

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રિયલ એસ્ટેટમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. આમાં તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ છે. તાજેતરમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને અભિનેત્રીના પરિવારે મુંબઈના પોશ વર્સોવા વિસ્તારમાં 3 મોટી ડીલ કરી છે. અહીં એક રહેણાંક પ્રોજેક્ટમાં એક જ માળ પર 3 ફ્લેટ ખરીદવામાં આવ્યા છે. આ ડીલની કુલ કિંમત આશરે ₹44.1 કરોડ છે.રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની ઈછઊ મેટ્રિક્સ પાસેથી મળેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, વિરાટ, અનુષ્કા અને તેમના પરિવારે ખરીદેલા ત્રણેય ફ્લેટ મુંબઈના વર્સોવામાં યારી રોડ પર આવેલી ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં છે.

અભિનેત્રી અનુષ્કા શર્માએ આ બિલ્ડિંગમાં આશરે 2,153 ચોરસ ફૂટનો ફ્લેટ ખરીદ્યો છે. તેની કિંમત ₹14.89 કરોડ છે. આ માટે તેમણે ₹74.47 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. આ ફ્લેટ સાથે બેઝમેન્ટમાં 3 કવર પાર્કિંગ સ્પેસ પણ મળ્યાં છે. અનુષ્કા શર્માનાં માતા-પિતા આશિમા અને અજય કુમાર શર્માએ પણ અહીં ₹10.91 કરોડમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ સાથે બેઝમેન્ટમાં 2 કવર પાર્કિંગ સ્પેસ મળ્યાં છે. અભિનેત્રીનાં માતા-પિતાએ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે ₹65.44 લાખ ચૂકવ્યા છે.

અહેવાલ અનુસાર, અનુષ્કા શર્માએ પોતાના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે મળીને ત્રીજો ફ્લેટ ખરીદ્યો છે. તેની કિંમત ₹18.29 કરોડ હોવાનું કહેવાય છે. ઝેપકી દ્વારા મેળવેલા પ્રોપર્ટી દસ્તાવેજો અનુસાર, 2,644 ચોરસ ફૂટના આ ફ્લેટ સાથે પણ 3 કાર પાર્કિંગની જગ્યા સામેલ છે.

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને તેમના પરિવારે ખરીદેલા ત્રણેય ફ્લેટ ગોદરેજ સ્કાયશોરના ટાવર-એના 24મા માળે આવેલા છે. આ પ્રોજેક્ટનું બાંધકામ હજી ચાલુ છે. રજિસ્ટ્રેશનની વિગતો અનુસાર, અનુષ્કા અને તેમનાં માતા-પિતાના ફ્લેટનો કબજો 30 જૂન, 2031ના રોજ અથવા તે પહેલાં મળવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *