રવિવારે જમ્મુમાં ત્રણ કલાકમાં 185.6 મિમી (7.30 ઇંચ) વરસાદ પડયો હતો. આ સાથે જ 1955માં નોધાયેલો 160 મિમીનો 71 વર્ષ જૂનો ઓક્ટોબર મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે.
સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા છે અને જનજીવમ ઠપ થઇ ગયું હતું. સવારે 8.30 કલાકે શરૂૂ થયેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં. વાહનોને નુકસાન થયું હતુંઅને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનઓ બની હતી.
બીજી તરફ રવિવારે મધ્યરાત્રિની આસપાસ જોરદાર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડ્યો. આ વિસ્તારમાં તેજ પવન પણ ફૂંકાયો હતો. ભારે વરસાદ બે કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. લોકોને હવામાં ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હીમાં ભારે વરસાદની શક્યતાની આગાહી કરી હતી.
ચોમાસાની વિદાય વચ્ચે, આ વિસ્તારમાં મધ્યરાત્રિએ તેજ પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો. દરમિયાન, નવરાત્રીના પ્રથમ દિવસે થયેલા ભારે વરસાદને કારણે કાર્યક્રમના આયોજકોની ચિંતા વધી ગઈ છે. કાલકા મંદિર નજીક ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી કારણ કે તેઓ વરસાદથી બચવા માટે આશરો શોધી રહ્યા હતા.
