રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અને DILR કચેરીના કર્મચારીઓની હડતાળ હજુ સમેટાઈ નથી ત્યાં વધુ એક કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે. દસ્તાવેજ નોંધણી કચેરીના કર્મચારીઓ દ્વારા બીજા નોરતાથી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરી સરકારને પડતર પ્રશ્નોના ઉકેલ માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં કામકાજ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળની 13 મુખ્ય માંગણીઓ છે જેમાં ઓડિટ ફકરા અન્વયે કર્મચારીઓને અપાતી ખોટી નોટિસો અને ચાર્જશીટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.મહેસૂલ વિભાગના ઠરાવ મુજબની યોગ્ય પ્રક્રિયા કર્યા વગર સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ થતી ખોટી ઋઈંછ પર રોક લગાવવામાં આવે.સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને ગ્રેડ-2 (વર્ગ-3) ની કેડરને તાત્કાલિક ધોરણે મર્જ કરવામાં આવે. ’ગરવી 2.0’ પોર્ટલની ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓને વહેલી તકે દૂર કરી પોર્ટલમાં યોગ્ય સુધારા કરવામાં આવે. ટાઈટલ અને આધારકાર્ડને લગતા વિરોધાભાસી પરિપત્રોને રદ કરવામાં આવે. કાયદાકીય ગૂંચવણોના મામલે વડી કચેરી દ્વારા નરો વા કુંજરો વાની નીતિ અપનાવવાનું બંધ કરી સ્પષ્ટ અને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે.કર્મચારીઓની વિનંતી બદલીની અરજીઓને ધ્યાનમાં રાખીને તેમને પૂરતો ન્યાય આપવામાં આવે.
બિનજરૂૂરી રજિસ્ટ્રો રદ કરવા, ટોકન સ્લોટ ઘટાડવા અને અનામી અરજીઓ પરથી થતી કનગત તેમજ હેરાનગતિ સદંતર બંધ કરવામાં આવે. કર્મચારી મંડળ દ્વારા પોતાની માંગણીઓ મનાવવા માટે તબક્કાવાર આંદોલનની રૂૂપરેખા જાહેર કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોબર 2026 જિલ્લા / ઝોન કક્ષાએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવું. ઓક્ટોબર 2026 કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવો.17 ઓક્ટોબર 2026 કચેરી કામગીરીના વ્હોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ વિરોધ નોંધાવવો. 22 ઓક્ટોબર 2026 સામૂહિક સીએલ પર ઉતરી જવું. 02 નવેમ્બર 2026 અનિશ્ચિત મુદતની સંપૂર્ણ હડતાળ.
