મહત્વાકાંક્ષા માટે નહીં, મિશન માટે જીવું છું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ’વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમ તેમની જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાયો હતો, જેમાં તેમણે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ’વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમ તેમની જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાયો હતો, જેમાં તેમણે પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી છે. પીએમ મોદીના આગમન સમયે લોકોએ ફૂલોની વર્ષા કરીને, ભાજપના ઝંડા લહેરાવીને અને ’ભારત માતા કી જય’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.

વડાપ્રધાને તેમની રાજકીય સફરનો શ્રેય જનતાના વિશ્વાસ અને સમર્થનને આપ્યો અને નાગરિકો તેમજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ગઉઅ) માં રહેલા તેમના સાથીદારોનો આભાર માન્યો. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આજે, મેં સરકારના વડા તરીકે સતત સેવાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ જનતાના આશીર્વાદ છે. હું દેશની જનતા સમક્ષ નમન કરું છું. 7 ઓક્ટોબર, 2001ના રોજ જ્યારે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે મેં કલ્પના પણ કરી ન હતી કે આ સીમાચિહ્નરૂૂપ ક્ષણ પણ આવશે.

જનતાએ હંમેશા મને તેમની સેવા કરવા માટે પસંદ કર્યો છે. આજે, હું ભારતની લોકશાહી અને તેના બંધારણને નમન કરું છું. હું ’સેવા જ્યોતિ યાત્રા’માં ભાગ લેનારા તમામ નાગરિકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે સવારે મેં પ્રાર્થના કરવા માટે શ્રી વિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. મેં સર્વશક્તિમાન ઈશ્વર પાસે રાષ્ટ્ર માટેભારતના 140 કરોડ લોકો માટેઅને મારા પોતાના માટે પણ પ્રાર્થના કરી. મારી પ્રાર્થના હતી કે ઈશ્વર મને મારા દેશ માટે વધુ ઊર્જા સાથે કામ કરવાની શક્તિ અને ક્ષમતા આપે.

આજે હું જે કંઈ પણ છું, જ્યાં પણ છું અને જે પણ ભૂમિકામાં સેવા આપી રહ્યો છું, તેમાં સૌથી મોટું યોગદાન ’જનતા જનાર્દન’નું છે. મારા માટે, જનતા એ સ્વયં ઈશ્વરનું સ્વરૂૂપ છે. કરોડો દેશવાસીઓનો વિશ્વાસ અને લાખો પક્ષના કાર્યકરોની અથાક મહેનત એ મારી સૌથી મોટી તાકાત રહી છે. જેઓ મારી પડખે ઊભા રહ્યા તેમણે મને શ્રદ્ધાની શક્તિ બતાવી, અને જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની તાકાત શીખવી.
હું દ્રઢપણે માનું છું કે ભારતનો દરેક નાગરિક મારા પર સર્વોચ્ચ અધિકાર ધરાવે છે. હું એવો વ્યક્તિ રહ્યો છું જેણે કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે નહીં, પરંતુ એક મિશન (ધ્યેય) માટે જીવન જીવ્યું છે. મને ક્યારેય એકલતાનો અનુભવ થયો નથી; અસંખ્ય ’સ્વયંસેવકો’ છે જેઓ ભારતના સાંસ્કૃતિક આત્માના રક્ષક છે.

મને યાદ છે કે જ્યારે હું વડનગરમાં શાળાએ જતો હતો, ત્યારે અમારા શિક્ષકો વિવિધ પાઠ ભણાવતા હતા, અને વર્ગખંડમાં સૌથી પહેલાં પહોંચનારા વિદ્યાર્થીઓમાં મારું નામ હંમેશાં સામેલ રહેતું. શીખવાની એ ઉત્સુકતા મારા જીવનનો અભિન્ન અંગ બની ગઈ, અને આજે પણ હું મારી જાતને આજીવન વિદ્યાર્થી માનું છું. હું દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરું છું. હું જેટલું વધુ શીખીશ, તેટલી જ રાષ્ટ્રમાં યોગદાન આપવાની મારી ક્ષમતા વધશે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું.

આપણા દેશે જે મોટી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે તેમાંની એક એ છે કે રાજકારણ ખાતર સમાજને મતના આધારે વિભાજિત કરવામાં આવ્યો. જરા વિચારો… જો ખેતરમાં પાણી ન પહોંચે, તો કોને નુકસાન થાય છે? શું માત્ર એક જ જ્ઞાતિના ખેડૂતો પ્રભાવિત થાય છે? જો વીજળી ન હોય, તો શું માત્ર એક સમુદાયના ઘરોમાં જ અંધકાર છવાય છે? આ તમામ પ્રશ્નોનો જવાબ ’ના’ છે. જો સમસ્યા બધાની હોય, તો તેનો ઉકેલ પણ બધા માટે હોવો જોઈએ.

આપણા દેશમાં સમસ્યાઓ છે, પરંતુ આપણી પાસે 140 કરોડ ઉકેલો પણ છે. આ આરામ કરવાનો સમય નથી. આ તો દ્રઢ નિશ્ચય અને ઉત્સાહ સાથે આગળ વધવાનો અને રાષ્ટ્રની સેવામાં સંપૂર્ણ સમર્પિત થવાનો સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *