‘We Will Do It..’PM મોદીની 25 વર્ષની સેવા યાત્રા પૂર્ણ, ‘વિકસિત ભારત’ માટે આપ્યો નવો નારો

    સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કહ્યું, “હું…

 

 

સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કહ્યું, “હું એક એવો વ્યક્તિ છું જે મહત્વાકાંક્ષા માટે નહીં, પરંતુ એક મિશન માટે જીવે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવનમાં શું બનીશ. જેણે મને પાડ્યો, તેણે મને કેવી રીતે ઉભા થવું તે શીખવ્યું.

વધુમાં પીએમે કહ્યું કે- જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની શક્તિ શીખવી. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારું શીખવાનું ક્યારેય ખૂટે નહીં.

પીએમ મોદીએ કહ્યું, હું જેટલું પાછળ ફરીને જોઉં છું, તેટલું જ હું કૃતજ્ઞતા અનુભવું છું. દરેક ઘટનાએ મને કંઈક શીખવ્યું છે. તેણે મને નમ્ર બનવાનું શીખવ્યું. જેણે મને નીચે ઉતાર્યો તેણે મને ઉભા થવાનું શીખવ્યું. જેણે મારો વિરોધ કર્યો તેણે મને લોકશાહીની શક્તિ શીખવી. દરેક કટોકટી મારા ધીરજની કસોટી હતી. દરેક સિદ્ધિએ મને મોટા લક્ષ્યો તરફ આગળ વધવાની શક્તિ આપી.

પીએમ મોદીએ કહ્યું- મારી યાત્રાના આ સ્ટેજ પર દરેક સ્વયંસેવક, દરેક સાથી કાર્યકરને હું આદરપૂર્વક સલામ કરું છું. આજનો દિવસ યાદોનો દિવસ નથી; આ આપણા સંકલ્પને નવી ઉર્જાથી ભરી દેવાનો દિવસ છે. આ દિવસ તે વચનને પુનરાવર્તિત કરવાનો છે, તે સંકલ્પ વ્યક્ત કરવાનો છે, વી વીલ ડુ ઈટ. વી વીલ ડુ ઈટ. વી વીલ ડુ ઈટ. લાલ કિલ્લા પરથી, મેં દરેકના પ્રયાસો વિશે વાત કરી. ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે જરૂરી જુસ્સો એક જ સંદેશ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. વી વીલ ડુ ઈટ.આપણે તે કરીશું.

સંબોધન પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આજે તેમના જાહેર જીવનમાં તેમના 25 વર્ષ પૂર્ણ થયા છે; એટલે કે, છેલ્લા 25 વર્ષથી તેઓ કોઈને કોઈ મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ છેલ્લા 25 વર્ષ દરમિયાન યોજાયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે જનતાનો સતત સેવા કરવાની તક આપવા બદલ આભાર માન્યો હતો. સાથે જ ભાજપ, NDA, મંત્રીઓ અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તમામ રાજકીય સાથીઓનો પણ આભાર વ્યક્ત કર્યો.

આ સાથે વડાપ્રધાન મોદીએ ભારતની લોકશાહી અને બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.‘સેવા જ્યોતિ યાત્રા’માં જોડાયેલા લોકોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ લાંબી યાત્રા જનતાના વિશ્વાસ અને આશીર્વાદથી શક્ય બની છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેમણે દિલ્હીમાં શ્રી વિનાયક મંદિરની મુલાકાત લઈને દેશ અને 140 કરોડ નાગરિકો માટે પ્રાર્થના કરી હતી.દેશ માટે વધુ ઊર્જા સાથે કામ કરવાની અને રાત-દિવસ જનસેવા ચાલુ રાખવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.અંતે વડાપ્રધાને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ‘આપણે કરી બતાવીશું’નો સંકલ્પ દેશ સમક્ષ મૂક્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *