લિવ ઇન પાર્ટનર પાસેથી 3.12 કરોડ પડાવનાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના ઝડપાઇ

કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે.પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ…

કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે.પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ મહિનાથી નાસતી ફરતી હતી. આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલ હવાલે છે, જ્યારે નયના બારૈયા પોલીસને હાથતાળી આપતી હતી. સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પુણા પોલીસે તેને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નયનાના લિવ-ઇન પાર્ટનરે જુલાઈમાં પુણા પોલીસ સ્ટેશનમાં 3.12 કરોડ પડાવી લેવાની અને કીર્તિ પટેલ સાથે મળીને વધુ પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે નયના પણ પોલીસ પકડમાં આવી ગઈ છે.
આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે,નયનાએ ધરપકડથી બચવા મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ઉદયપુર, ચિત્તોડગઢ તેમજ ખાટુશ્યામ જેવા વિવિધ સ્થળોએ આશરો લઈ રહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદાર મારફતે પોલીસને માહિતી મળી હતી કે તે ગુજરાત પરત ફરી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ છે. લોકેશન ક્ધફર્મ થતાં જ રાતોરાત ટીમ મોકલીને ઝડપી પાડી હતી.
ફેબ્રુઆરી, 2026માં નયના બારૈયા સામે રાજુ ભમ્મરની પત્નીએ ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં નયના સામે પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આ વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ હતી.

5 જૂને કીર્તિ પટેલે નયનાના સમર્થનમાં આવી રાજુ ભમ્મરને ફોનમાં ગાળાગાળી કરી ધમકી આપી હતી કે ’હું તને જોઈ લઈશ.’ આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી ’ઊંઈંછઝઈં ગઈં ખઘઉં5143’ પરથી વીડિયો અને રીલ્સ બનાવી રાજુભાઈએ 250 છોકરીઓની જિંદગી બગાડી હોવાના આરોપો લગાવ્યા હતા. નયના બારૈયાએ પણ પોતાના આઈડી ’ક્ષફશક્ષફ ાફહશૂફહ 0005’ પર આ બદનક્ષીકારક વીડિયો સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરી ગુનાહિત કૃત્યમાં પૂરો સાથ આપ્યો હતો.
પુણા પોલીસે બંને આરોપીઓ સામે ઇગજની ધારા 296(બ), ખંડણી, માનહાનિ, ગુનાહિત ધમકી, ગુનાહિત ષડયંત્ર તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી બાદમાં ખંડણીની કલમ ઉમેરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *