સરકારી ઇમારતો સૌર ઇર્જાથી ઝળહળી ઉઠશે, 160MW વીજળી ઉત્પન કરવા આયોજન

ગુજરાતભરમાં સરકારી ઇમારતો જાણે કે, સૂર્યઉર્જાથી ઝળહળી ઉઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ઇમારતો પર સોલાર રૂૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી…

ગુજરાતભરમાં સરકારી ઇમારતો જાણે કે, સૂર્યઉર્જાથી ઝળહળી ઉઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ઇમારતો પર સોલાર રૂૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઇ ચૂકી છે. ચાલુ વર્ષે વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂૂફટોપ સિસ્ટમ સ્થાપવાનું આયોજન છે. આનાથી હાલની ક્ષમતામાં 65 મેગાવોટનો વધારો થશે.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો હેતુ પુન:પ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ને પ્રોત્સાહન આપવાનો છે.. ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વર્ષ 2025-26 દરમિયાન 1,377 સરકારી ઇમારતો પર રૂૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. જેના પરિણામે 17.1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો થયો છે. આ વિસ્તરણ સાથે માર્ચ 2026 સુધીમાં રૂૂફટોપ સોલારથી સજ્જ સરકારી ઇમારતોની સંખ્યા વધીને 6,014 થઈ છે. આ તમામ સરકારી ઇમારતો પર લાગેલી સોલર રૂૂફટોપ સિસ્ટમની વીજ ઉત્પાદન ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ કાર્યક્રમના મોટા પાયે વિસ્તરણનું આયોજન કર્યું છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ છે કે, સરકારી ઇમારતો પર રૂૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ આ વર્ષે થઈ રહ્યું છે. ચાલુ વર્ષે 15,000 સરકારી ઇમારતો પર રૂૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે. આ વિસ્તરણથી આશરે 65 મેગાવોટ સોલાર ક્ષમતાનો ઉમેરો થશે.

મોદીના નેતૃત્વ હેઠળ સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ઇમારતોની છતને વીજળી ઉત્પન્ન કરતા સ્ત્રોતમાં પરિવર્તિત કરીને પરંપરાગત વીજળીના સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રિય નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાત 47,178 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને રાજસ્થાનને પાછળ રાખીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વર્ષ 2026-27 માટે આ કાર્યક્રમ અંતર્ગત રૂૂ. 314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સામાન્ય સરકારી ઇમારતો માટે રૂૂ. 278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઇમારતો માટે રૂૂ. 3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ઇમારતો માટે રૂૂ. 33 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીનાં (GEDA) નિયામક ધર્મેન્દ્ર પટેલે (IAS) જણાવ્યું હતું. આ યોજના હેઠળ ગુજરાત સરકારના હસ્તકની સરકારી ઇમારતો પર રૂૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે આબોહવા પરિવર્તન વિભાગની વાર્ષિક બજેટ જોગવાઈમાંથી 100 ટકા મૂડી ખર્ચની સહાય પૂરી પાડવામાં આવે છે.

વીજળીના ઉત્પાદન પર IIoT આધારિત મોનીટરીંગ કરાશે
ડિજિટલ પરિવર્તનની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત સરકારે આ વર્ષથી સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમના મોનિટરિંગ માટે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂૂ કરી છે. આ સિસ્ટમના મજબૂત માળખામાં સ્માર્ટ મીટર, સેન્સર અને GPRS, 4G તથા ઈન્ટરનેટ મારફતે જોડાયેલા IoT ગેટવેનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ઓટોમેટેડ રિમોટ એલર્ટની સુવિધા પૂરી પાડે છે અને દર 15 મિનિટે કામગીરી સંબંધિત ડેટા એકત્રિત કરે છે, જેના પરિણામે દરરોજ 96 જેટલા રીડિંગ્સ મેળવી શકાય છે. હાલમાં આ સિસ્ટમ 142.5 મેગાવોટ સોલાર અને 68.3 મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદન સહિતની નોંધપાત્ર ક્ષમતાઓનું મોનિટરિંગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *