ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ તરીકે પૂર્વ IAS મહેન્દ્ર પટેલની વરણી

  ઊંઝા સ્થિત પ્રસિદ્ધ ઉમિયા માતાજી સંસ્થાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાની મળેલી કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા, જેમાં પૂર્વ…

 

ઊંઝા સ્થિત પ્રસિદ્ધ ઉમિયા માતાજી સંસ્થાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાની મળેલી કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા, જેમાં પૂર્વ આઈએએસ અધિકારી એમ.એસ. (મહેન્દ્ર) પટેલને સંસ્થાના નવા પ્રમુખ તરીકે વહીવટી જવાબદારી સોંપવામાં આવી છે.

વહીવટી ક્ષેત્રનો લાંબો અનુભવ ધરાવતા એમ.એસ. પટેલની આ નિમણૂકને સંસ્થાના આગામી સામાજિક અને વહીવટી કાર્યોની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ, સંસ્થાના એક ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ (ખોરજ)ની વરણી કરવામાં આવી છે, જ્યારે બીજા ઉપપ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીને ફરીથી જવાબદારી સોંપીને આ હોદ્દા પર રિપીટ કરવામાં આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને માનદ મંત્રી સહિતના મહત્વના હોદ્દાઓ પર નિમણૂક થતાં હવે સંસ્થાની આ નવી અને અનુભવી ટીમ આગામી કામગીરી માટે સક્રિય થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *