જ્ઞાનેશકુમાર રાજીનામું ન આપે તો 10મીએ દિલ્હીમાં કોકરોચનું હલ્લાબોલ: દીપકેની જાહેરાત

’કોકરોચ જનતા પાર્ટી’ના નેતા અભિજીત દીપકેએ શુક્રવારે ચેતવણી આપી હતી કે જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર…

’કોકરોચ જનતા પાર્ટી’ના નેતા અભિજીત દીપકેએ શુક્રવારે ચેતવણી આપી હતી કે જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર નવેસરથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક પોસ્ટમાં અભિજીત દીપકેએ લખ્યું, “જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો સમગ્ર ભારતમાંથી વંદા દિલ્હી આવશે અને 10 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે. જો દિલ્હી પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો તેઓ અમને જ્યાં પણ રોકશે, તે સ્થળ જ અમારું જંતર-મંતર બની જશે.”

અભિજીત દીપકેએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગ પર ચાલીશું. સરકાર અને દિલ્હી પોલીસે નક્કી કરવાનું છે કે તેઓ શાંતિપૂર્ણ વિરોધના અમારા અધિકારનો આદર કરે છે કે પછી 20 જુલાઈએ જોવા મળેલી ક્રૂરતાનું પુનરાવર્તન કરે છે. આ આપણા લોકતંત્રને બચાવવાની લડાઈ છે. જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો સમગ્ર ભારતમાંથી વંદા દિલ્હી કૂચ કરશે અને 10 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે.

દરમિયાન, ’કોકરોચ જનતા પાર્ટી’ (ઈઉંઙ)ના સ્થાપક અભિજીત દિપકેએ શુક્રવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને ચા વેચનાર તરીકેના તેમના ભૂતકાળના વારંવારના ઉલ્લેખો પર સવાલો ઉઠાવ્યા હતા.

સમાચાર એજન્સી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં દિપકેએ કહ્યું, “આ વ્યક્તિ માત્ર આપણા પૈસાથી દુનિયાભરમાં ફરી રહી છે. એક વાત એ છે કે તેઓ સતત કહેતા રહે છે કે, ’મેં ચા વેચી છે, મેં ચા વેચી છે, મેં ચા વેચી છે.’ તમે ચા કેમ વેચી? શું અમે તમને ચા વેચવાનું કહ્યું હતું? અમે તો કહ્યું હતું કે તમે શાળાએ જઈ શક્યા હોત, અભ્યાસ કરી શક્યા હોત અને નોકરી મેળવી શક્યા હોત.”

દિપકેએ કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે, “પીએમ મોદીની ફેશન સેન્સ અને ત્વચાની સંભાળ (સ્કિન કેર) એકદમ શ્રેષ્ઠ છે. મોટા અભિનેતાઓ અને મોડલ્સ પણ તેમની સ્ટાઈલની બરાબરી કરી શકતા નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *