SIR સામે સુપ્રીમ- હાઇકોર્ટના 5 નિવૃત્ત જજની અધ્યક્ષતામાં દેશભરમાં જાહેર સુનાવણી

ચૂંટણી યાદીની વિશેષ સઘન સુધારણા (SIR)ની સમીક્ષા માટે નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સ્વતંત્ર કમિશન બનાવવામાં આવી છે. લોયર્સ…

ચૂંટણી યાદીની વિશેષ સઘન સુધારણા (SIR)ની સમીક્ષા માટે નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સ્વતંત્ર કમિશન બનાવવામાં આવી છે. લોયર્સ એસોસિયેશન ફોર કોન્સ્ટિટ્યુશન (LAFC)એ આ પેનલ રચી છે. તે સરકાર કે ચૂંટણી પંચની સત્તાવાર સમિતિ નથી. અંતિમ અહેવાલ ડિસેમ્બર 2026 સુધીમાં જાહેર કરવાનું લક્ષ્ય છે.

પેનલમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ન્યાયમૂર્તિ એ. કે. પટનાયક, જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ બદર દુર્રેઝ અહમદ, દિલ્હી હાઈકોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ રેખા શર્મા અને પટના હાઈકોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ અંજના પ્રકાશ છે. કમિશન SIRની બંધારણીય અને કાનૂની માન્યતા, પદ્ધતિ અને પાત્ર મતદારો પરની અસર તપાસશે. યોગ્ય નાગરિકો યાદીમાં રહ્યા કે નહીં અને અયોગ્ય નોંધ કાઢવામાં આવી કે નહીં, તે પણ જોવાશે. કમિશન સ્વતંત્ર રહેશે. તારણો અને ભલામણની જવાબદારી તેની પોતાની રહેશે.

દેશભરમાં જાહેર સુનાવણી અને મેદાની તપાસ થશે. પૂર્ણ બેંચ અને પ્રાદેશિક બેંચ અલગ અલગ સ્થળે જઈ અસરગ્રસ્ત નાગરિકો, સંસ્થાઓ અને નિષ્ણાતોના મંતવ્ય રેકોર્ડ કરશે. કઅઋઈ એ કહ્યું છે કે પેનલ નાગરિકોની ચિંતા બાદ બનાવાઈ છે. SIR ઉનાળુ 2025માં બિહારથી શરૂૂ થઈ હતી અને પછી અન્ય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વિસ્તરી છે.

કાનૂની સલાહ માટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ, ચંદર ઉદય સિંહ, પ્રશાંતો ચંદ્ર સેન, રાજુ રામચંદ્રન, રેબેકા મેમેન જ્હોન, વારિશા ફરાસત અને વૃંદા ગ્રોવર સાથે રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *