મોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ

ગાર્ડન લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાંથી ચેરમેનનું નામ કટ, મેયરે સૂચના આપી તો ગૃહમાંથી રિમૂવ કરી દીધા મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ હોય…

ગાર્ડન લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાંથી ચેરમેનનું નામ કટ, મેયરે સૂચના આપી તો ગૃહમાંથી રિમૂવ કરી દીધા

મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ હોય તેવા અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે આજે મોરબીના સ્ટેશન રોડ પર સુરજબાગના લોકાપર્ણ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા મામલે ફરી વિવાદ ગરમાયો છે.

મોરબી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે તનાતની જોવા મળી રહી છે આજે ગાર્ડન લોકાપર્ણ કાર્યક્રમમાં ગાર્ડન કમિટીના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયાના નામની આમંત્રણ પત્રિકામાંથી બાદબાકી થતા આ મામલે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી જોકે કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ મુદે કોઈ ધ્યાન આપ્યું ના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી મેયરને આ મામલે રજૂઆત કરતા આમંત્રણ પત્રિકામાં નામ રાખવા સુચના આપી હતી અને નવી આમંત્રણ પત્રિકા બની ગઈ હતી પરંતુ કમિશ્નરની મરજી વિરુદ્ધ કાર્ય થતા ગાર્ડન કમિટી ચેરમેનને મહાપાલિકાના ઓફીશીયલ ગ્રુપમાંથી રીમૂવ કરી નાખ્યા હતા અને પોતાનો ઈગો સંતોષવા પ્રયત્ન કર્યો હતો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

એક્શનના રીએક્શનના ભાગરૂૂપે અન્ય કોર્પોરેટરોએ કમિશ્નરના તાનાશાહી વલણનો વિરોધ કરી અનેક કોર્પોરેટરો ગ્રુપ લેફ્ટ કર્યાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે તેમજ મહાપાલિકા સામાન્ય સભા બાદ કોર્પોરેટરોની ખાનગી બેઠક યોજાઈ હતી જેમાં કોર્પોરેટરોએ કમિશ્નર સાથે સંકલન અને કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *