અમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામ

યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ, ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની સત્તાવાર ’ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કરીને…

યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ, ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની સત્તાવાર ’ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કરીને તેના પર ગાળિયો કસ્યો છે. FBI એ સોમવારે ’એકસ’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી અને તેની ધરપકડમાં મદદરૂૂપ થાય તેવી માહિતી આપનાર માટે 1 મિલિયન ડોલર (આશરે ₹10 કરોડ) સુધીના ઈનામની જાહેરાત કરી હતી.

FBIના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બ્રાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ સંગઠિત ગુનાખોરી જૂથ માટે ઉત્તર અમેરિકામાં મુખ્ય ઓપરેશનલ નેતા છે. આ ગેંગ દક્ષિણ કેલિફોર્નિયા, બાકીના અમેરિકા અને કેનેડામાં અનેક ગંભીર હિંસક ગુનાઓમાં સામેલ છે – જેમાં ટાર્ગેટેડ હત્યાઓ, રાજકીય અને ધાર્મિક હસ્તીઓ પર હુમલા, ગોળીબાર, અપહરણ, ખંડણી અને માદક પદાર્થો તથા હથિયારોની હેરાફેરીનો સમાવેશ થાય છે.

કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટે 1 જુલાઈના રોજ સત્યેન્દ્રજીત સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. અમેરિકી સત્તાવાળાઓનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈ ભારતમાં જેલમાં હોવા છતાં, જેલમાં ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવેલા મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કોલિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને હત્યા, ખંડણી અને માનવ તસ્કરીમાં સામેલ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું સંચાલન કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *