રૂા.2.79 કરોડના સાધન સહાય કૌભાંડમાં પંચમહાલ DPEOની સંડોવણી સામે આવી

  પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સાધન સહાયની ખરીદી સાથે જોડાયેલા 2.79 કરોડના કૌભાંડના મામલે નવો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન પુરાવા અને સાહેદોના નિવેદનોના…

 

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સાધન સહાયની ખરીદી સાથે જોડાયેલા 2.79 કરોડના કૌભાંડના મામલે નવો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન પુરાવા અને સાહેદોના નિવેદનોના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલનું નામ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
ગાયત્રીબેન પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું હોવાની જાણ થતાં તેઓ અચાનક રજા પર ઉતરી ગયા હોવાનું જણાવાયું છે. તેમના રજા પર ઉતર્યા બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવ્યો છે.

ચાર્જ સોંપવાના પત્રમાં ગાયત્રીબેન પટેલ રજા પર ઉતર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના સ્થાને પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.
સાધન સહાયની ખરીદીમાં ખાનગી એજન્સીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓની સંડોવણી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલામાં તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા અને સાહેદોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સાધન સહાયની ખરીદીમાં થયેલા કથિત ₹2.79 કરોડના કૌભાંડમાં શિક્ષણાધિકારીનું નામ આરોપી તરીકે ઉમેરાતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. હવે તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *