રવિવારે પ્રાદેશિક સહિત તમામ બેંકો ચાલુ રહેશે, સંભવિત હડતાલને લઇને નિર્ણય

નાણા મંત્રાલયની જાહેરાતને RBIની પણ મંજૂરી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સંભવિત ત્રણ દિવસીય હડતાળને ધ્યાનમાં રાખીને, રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં…

નાણા મંત્રાલયની જાહેરાતને RBIની પણ મંજૂરી

28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સંભવિત ત્રણ દિવસીય હડતાળને ધ્યાનમાં રાખીને, રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે સોમવારથી શરૂૂ થતી હડતાળ પહેલાંના રવિવારે બેંકોમાં કોઈ રજા રહેશે નહીં. SBI, PNB, , યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને કેનરા બેંક સહિતની તમામ જાહેર ક્ષેત્રની બેંકો ખુલ્લી રહેશે. આ ઉપરાંત, તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો પણ કાર્યરત રહેશે.

તમામ બેંકોમાં બેંકિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહેશે. દેશની મધ્યસ્થ બેંક અને બેંકિંગ નિયમનકાર, RBI એ પણ આ પગલાંને મંજૂરી આપી છે. RBIના જણાવ્યા અનુસાર, ગ્રાહકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ 28 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળનું આહ્વાન કર્યું છે. 26 અને 27 સપ્ટેમ્બર સપ્તાહના અંતના દિવસો (વીકેન્ડ) હોવાથી, સામાન્ય જનતાની બેંકિંગ જરૂૂરિયાતો પર ગંભીર અસર પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે જરૂૂરી પગલાં લીધાં છે. બેંક શાખાઓથી લઈને કરન્સી ચેસ્ટ સુધીનું બધું જ ખુલ્લું રહેશે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, સામાન્ય જનતાની બેંકિંગ જરૂૂરિયાતો લાંબા સમય સુધી પ્રતિકૂળ રીતે પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026ના રોજ સામાન્ય રીતે કાર્યરત રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 27 સપ્ટેમ્બરના રોજ તમામ બેંક શાખાઓ, કચેરીઓ, અઝખ-સંબંધિત શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.

નાણાં વિભાગે જણાવ્યું હતું કે, બેંક ગ્રાહકોનું કલ્યાણ અને સુવિધા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેન્દ્ર સરકાર અને બેંક મેનેજમેન્ટે યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી છે અને આવશ્યક બેંકિંગ સેવાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં પણ લીધાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *