પાટનગર ગાંધીનગરમાં વર્ષો જૂના અને જર્જરિત થઈ રહેલા ક્લાસ-1 અધિકારીઓના N-1 પ્રકારના બંગલાઓના સ્થાને હવે બહુમાળી આવાસ સંકુલ બનાવવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારાN-1 પ્રકારના કુલ 112 નવા આવાસના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂૂ.84.44 કરોડનો ખર્ચ થવાનો છે અને દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રસ્તાવિત સંકુલમાં ગ્રાઉન્ડ પ્લસ 7 માળના કુલ ચાર ટાવર બનાવવામાં આવશે. ચારેય ટાવરમાં મળીને 112 N-1 પ્રકારના ફ્લેટ તૈયાર થશે. આવાસમાં RCC ફૂટિંગ, ક્ધસીલ્ડ વાયરિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાંધકામની ડિઝાઇન ભારતીય માનકની નવીનતમ જોગવાઈઓ મુજબ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રહેણાક સંકુલમાં આંતરિક રસ્તા, કેમ્પસ ડેવલપમેન્ટ અને કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. પાણીની વ્યવસ્થા માટે બોર, બાહ્ય ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર સિસ્ટમ તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. વીજ પુરવઠા માટે સબસ્ટેશન અને આગની સુરક્ષા માટે ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ ઉભી કરવામાં આવશે.
112 આવાસના નિર્માણ માટે સરેરાશ પ્રતિ આવાસ આશરે રૂૂ.75 લાખનો ખર્ચ થશે. હાલ ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં N-1પ્રકારના આવાસ બંગલા તથા કેટલાક સ્થળે બે માળના ફ્લેટ સ્વરૂૂપે આવેલા છે. આવા આવાસમાં સામાન્ય રીતે ત્રણ બેડરૂૂમ, ડ્રોઇંગ રૂૂમ, ડાઇનિંગ હોલ અને કિચનની સુવિધા આપવામાં આવે છે. હવે ગ-1 પ્રકારના તમામ નવા આવાસને એકસમાન બહુમાળી ફ્લેટ ટાઇપ કોલોનીના સ્વરૂૂપમાં વિકસાવવામાં આવશે. ગાંઘીનગર ખાતે સરકારી અધીકારી માટે વર્ષો જૂના બંગલાઓના સ્થાને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રહેણાક સંકુલ ઊભું થતાં ક્લાસ-1 અધિકારીઓ માટે વધુ સુવ્યવસ્થિત આવાસ વ્યવસ્થા ઉભી થશે.
