એક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયા

નકવી સાથે વિવાદના કારણે ટ્રોફી સ્વીકારાઇ ન હતી એશિયા કપની ટ્રોફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત…

નકવી સાથે વિવાદના કારણે ટ્રોફી સ્વીકારાઇ ન હતી

એશિયા કપની ટ્રોફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પુરુષ અને મહિલા એશિયા કપની ટ્રોફી આખરે ભારત પહોંચશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં આ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી શકાય તેમ નથી. સૈકિયાના જણાવ્યા અનુસાર, બંને ટ્રોફી આખરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલા BCCIના મુખ્યાલયમાં લાવવામાં આવશે. હાલમાં તે દુબઈમાં ACCના મુખ્યાલયમાં છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયા કપ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે ACCપ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી છે. તાજેતરમાં મહિલા T20 એશિયા કપ જીત્યા પછી ભારતીય મહિલા ટીમે પણ સત્તાવાર ટ્રોફી અર્પણ સમારોહમાં ભાગ લીધો નહોતો. જે કાર્યક્રમમાં નકવી હાજર હતા.

પરિણામે પુરુષ કે મહિલા એશિયા કપની ટ્રોફી ભારતીય ટીમોને સીધી સોંપવામાં આવી નહોતી અને તે દુબઈમાં ACC મુખ્યાલયમાં જ રહી હતી. મહિલા ટી-20 એશિયા કપની ફાઈનલ બાદ ભારતીય ટીમે એક નાનો, અલગ મેડલ સમારોહ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન BCCIના સચિવ દેવજીત સૈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ભારતીય ખેલાડી નંદિની શર્માને ફિલ્ડિંગ મેડલ અર્પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *